MIના પરાજય બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ભડક્યા પઠાણ બંધુ, સામે લોકોએ પણ સંભળાવ્યું

હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
MIના પરાજય બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ભડક્યા પઠાણ બંધુ, સામે લોકોએ પણ સંભળાવ્યું 1 - image
Image:IANS

Irfan Pathan And Yusuf Pathan Reaction On Hardik Pandya : IPL 2024માં ગઈકાલે હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 31 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં બંને ટીમના બેટરોએ જબરદસ્ત બેટિંગ કરી કુલ 523 રન બનાવ્યા હતા.આ સાથે જ IPLમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો સ્કોર પણ હતો. સનરાઇઝર્સ હૈદરાબાદે 277 રન બનાવ્યા હતા. જયારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં માત્ર 246 રન જ બનાવી શકી હતી. આ મેચમાં મુંબઈના બોલરોની ખરાબ રીતે ધોલાઈ થઇ હતી. આ કારણે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણ હાર્દિક પંડ્યાની ખરાબ કેપ્ટનશિપથી નારાજ થયા હતા. ઇરફાન પઠાણે કહ્યું, ‘મુંબઈના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપપ સમજની બહાર હતી.’ પઠાણ બ્રધર્સના પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે પણ બંને ભાઈઓને સંભળાવ્યું હતું.

બુમરાહને પ્રથમ 10 ઓવરમાં માત્ર એક ઓવર નાખવા બોલાવ્યો

યુસુફ પઠાણ અને ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને હાર્દિકની કેપ્ટનશિપ પર પ્રતિક્રિયા આપી હતી. મેચ દરમિયાન જ્યારે હૈદરાબાદની ટીમ બેટિંગ કરી રહી હતી, ત્યારે બુમરાહને પ્રથમ 10 ઓવરમાં માત્ર એક ઓવર નાખવા માટે બોલાવવામાં આવ્યો હતો. જેના પર પૂર્વ દિગ્ગજોએ પ્રતિક્રિયા આપી હતી.

ઇરફાન પઠાણે કરી પોસ્ટ

ઈરફાને પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ એવરેજ રહી છે... જ્યારે તોફાની બેટિંગ ચાલી રહી હતી, ત્યારે બુમરાહને લાંબા સમય સુધી દૂર રાખવો મારી સમજની બહાર હતું.’ ઈરફાન પઠાણે હાર્દિકની બેટિંગને લઈને પણ પ્રતિક્રિયા આપતા લખ્યું, 'જો આખી ટીમ 200ના સ્ટ્રાઈક રેટ સાથે રમી રહી હોય તો કેપ્ટન 120ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી શકે નહીં.' ઇરફાન પઠાણના આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યું, ‘T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં જયારે કેપ્ટન રોહિત શર્માએ 28 બોલમાં 27 રન બનાવ્યા હતા ત્યારે તમે આ સવાલ કેમ ન કર્યો??’

યુસુફ પઠાણે સોશિયલ મીડિયા પર હાર્દિકની કેપ્ટનશિપ પર પ્રતિક્રિયા આપી

આ સાથે યુસુફ પઠાણે પણ સોશિયલ મીડિયા પર હાર્દિકની કેપ્ટનશિપ પર પ્રતિક્રિયા આપી હતી. યુસુફે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘SRHએ 11 ઓવરમાં 160+ રન બનાવ્યા છે અને બુમરાહને અત્યાર સુધી માત્ર એક જ ઓવર શા માટે આપવામાં આવી છે? તમારા શ્રેષ્ઠ બોલરે હવે બોલિંગ કરવી જોઈએ... આ મને ખરાબ કેપ્ટનશિપ જેવું લાગે છે.’ જેના પર એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘જેણે અગાઉ ક્યારેય કેપ્ટનશિપ કરી નથી તે વ્યક્તિ ગુજરાત ટાઈટન્સને તેની પ્રથમ સિઝનમાં ટ્રોફી જીતાડનાર કેપ્ટનને જ્ઞાન આપી રહ્યો છે.’ એક અન્ય યુઝરે લખ્યું, ‘પાજી રાજનીતિ પશ્ચિમ બંગાળમાં કરવી છે IPLમાં નહીં.’

MIના પરાજય બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ પર ભડક્યા પઠાણ બંધુ, સામે લોકોએ પણ સંભળાવ્યું 2 - image


Google NewsGoogle News