'આખી સિઝન રમો કાં તો..' અધવચ્ચે IPL છોડી જનારા વિદેશી ખેલાડીઓ પર ભડક્યો ભારતીય દિગ્ગજ

Updated: May 16th, 2024


Google NewsGoogle News
'આખી સિઝન રમો કાં તો..' અધવચ્ચે IPL છોડી જનારા વિદેશી ખેલાડીઓ પર ભડક્યો ભારતીય દિગ્ગજ 1 - image


IPL 2024 Irfan Pathan: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઘણા ખેલાડીઓ આઈપીએલ 2024 અધવચ્ચે છોડીને પાછા ફર્યા છે. ઇંગ્લેન્ડની ટીમ હવે T-20 વર્લ્ડ કપની તૈયારી શરૂ કરશે. આ પહેલા 22 મેથી ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે ટી-20 ઈન્ટરનેશનલ સિરીઝ રમશે. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણને ઈંગ્લિશ ખેલાડીઓનું આ વલણ પસંદ આવ્યું ન હતું.

વિદેશી ખેલાડીઓ પર ભડક્યો ઈરફાન પઠાણ

પઠાણે પોતાના સત્તાવાર X હેન્ડલ દ્વારા વિદેશી ખેલાડીઓ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. જોસ બટલર, લિયામ લિવિંગસ્ટોન, વિલ જેક્સ, ફિલ સોલ્ટ અને રીસ ટોપલી જેવા ઇંગ્લિશ ખેલાડીઓ પાછા ફરવાના છે. જોની બેરસ્ટો અને સેમ કુરાન પણ ટૂંક સમયમાં પરત ફરશે. આ અંગે નારાજગી વ્યક્ત કરતા ઈરફાન પઠાણે એક પોસ્ટ લખી કે, 'કાં તો આખી સીઝન માટે હાજર રહો, અથવા તો આવો જ નહીં.'

પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પણ દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ગયા છે. રબાડાને ઇન્ફેકશન લાગ્યું હતું અને તે ટી-20 વર્લ્ડ કપ 2024 પહેલા સાજા થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડના ખેલાડીઓ પરત ફર્યા

ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે 2 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અચાનક તેના ખેલાડીઓને પાછા બોલાવવાનો નિર્ણય લીધો હતો. વર્લ્ડ કપ પહેલા ઈંગ્લેન્ડને પાકિસ્તાન સામે ટી-20 સીરીઝ રમવાની છે, જેના કારણે બોર્ડે આ નિર્ણય લીધો છે. જેના કારણે રાજસ્થાન સહિત ઘણી ફ્રેન્ચાઈઝી માટે મુશ્કેલી ઊભી થઈ છે. માત્ર બટલર જ નહીં, પણ કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ જેવી ટીમોના ઈંગ્લિશ ખેલાડીઓ કે જેઓ પ્લેઓફની રેસમાં છે.

'આખી સિઝન રમો કાં તો..' અધવચ્ચે IPL છોડી જનારા વિદેશી ખેલાડીઓ પર ભડક્યો ભારતીય દિગ્ગજ 2 - image


Google NewsGoogle News