હાર્દિકની ભૂલોના કારણે મુંબઈ પ્લેઓફમાં નથી...: પઠાણે પંડ્યાની કરી ટીકા, જોકે આ પૂર્વ ખેલાડીએ કર્યો સપોર્ટ
Image Source: Twitter
Irfan pathan criticise hardik pandya: ઈરફાન પઠાણે ફરી એકવાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાની ટીકા કરી છે. ઈરફાને તેની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ વસીમ જાફરે હાર્દિક પંડ્યાનો સપોર્ટ કર્યો છે. IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની સ્થિતિ ખરાબ છે. ટીમ 9મા સ્થાને છે અને સાત મેચ હારી ચૂકી છે. મુંબઈ ઈન્ડિયન્સના આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ પણ ખૂબ ઓછા છે, કારણ કે ટીમ વધુમાં વધુ 14 પોઈન્ટ હાંસલ કરી શકશે.
પઠાણે પંડ્યાની કરી ટીકા
પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયેલી મેચ બાદ X પર પોસ્ટ કરતા લખ્યું કે, ગત વર્ષે ક્વોલિફાય કરનારી ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જસપ્રીત બુમરાહ નહોતો પરંતુ આ સિઝનમાં ટીમને તેની સેવા મળી છે. તેમ છતાં ટીમ આ પોઝિશનમાં છે. કારણ કે મેદાન પર ટીમને સારી રીતે મેનેજ કરવામાં નથી આવી. ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઘણી ભૂલો કરી છે. આ સત્ય છે.
વસિમ જાફરે હાર્દિક પંડ્યાનો સપોર્ટ કર્યો
બીજી તરફ પૂર્વ ભારતીય ટેસ્ટ ઓપનર વસિમ જાફરે હાર્દિક પંડ્યાનો સપોર્ટ કર્યો છે. તેણે X પર પોસ્ટ કરીને લખ્યું કે, તેમના પ્રદર્શનની ભલે ગમે તેટલી ટીકા કરો પરંતુ સતત વ્યક્તિગત ટ્રોલિંગ અને ટીકાને જોવું ખૂબ જ નિરાશાજનક છે. હાર્દિક પંડ્યા તમે હિંમત રાખજો. આગામી મહિને તમે વર્લ્ડકપમાં મહત્ત્તવપૂર્ણ ઈનિંગ રમશો અને આ જ લોકો તમારી પ્રશંસા કરશે. હાર્દિક પંડ્યાની ટી20 વર્લ્ડકપ માટે પસંદગી થઈ છે અને તે વાઈસ કેપ્ટન છે.
હાર્દિક પંડ્યાનું અંગત પ્રદર્શન અને કેપ્ટન તરીકે ટીમનું પ્રદર્શન સારું નથી રહ્યું. તે IPL 2024માં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં 197 રન બનાવી શક્યો છે અને બોલર તરીકે તેણે માત્ર 6 વિકેટ ઝડપી છે. ટીમનું પ્રદર્શન બધાની સામે છે કારણ કે ટીમ 10માંથી સાત મેચ હારી છે. ખાતામાં માત્ર 6 પોઈન્ટ છે અને ટીમને હજુ ચાર મેચ રમવાની છે. ટીમ પોતાના દમ પર પ્લેઓફ માટે ક્વોલિફાય નહીં કરી શકશે.