રેસ્ટ ઓફ ઈન્ડિયાએ ૨૩૮ રનથી મધ્ય પ્રદેશને હરાવીને ઈરાની ટ્રોફી જીતી
- પ્લેયર ઓફ ધ મેચ જયસ્વાલના ૨૧૩ અને ૧૪૪ રન
- ૪૩૭ના ટાર્ગેટ સામે મધ્ય પ્રદેશ ૧૯૮માં ખખડયું
ગ્વાલિયર,
તા.૫
રેસ્ટ
ઓફ ઈન્ડિયાએ ૨૩૮ રનથી મધ્ય પ્રદેશને હરાવીને ઈરાની ટ્રોફી જીતી લીધી હતી. વર્ષ ૨૦૨૧-૨૨માં રણજી ચેમ્પિયન બનેલી મધ્ય પ્રદેશની ટીમ જીતવા માટેના ૪૩૭ના ટાર્ગેટ સામે પાંચમા અને આખરી દિવસે ૧૯૮ રનમાં જ ખખડી ગયું હતુ. સૌરભ કુમારે ત્રણ અને અતીત શેઠ, મુકેશ કુમાર અને પુલકિત નારંગે ૨-૨ વિકેટ મેળવી હતી. યશસ્વી જયસ્વાલને રેસ્ટ ઓફ ઈન્ડિયા તરફથી પ્રથમ ઈનિંગમાં ૨૧૩ અને બીજી ઈનિંગમાં ૧૪૪ રન ફટકારવા બદલ પ્લેયર ઓફ ધ મેચ જાહેેર કરવામાં આવ્યો હતો.
જયસ્વાલના
૨૧૩ અને એશ્વરનના ૧૫૪ની મદદથી રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં ૪૮૪ રન ખડક્યા હતા અને અવેશખાને ૪ વિકેટ મેળવીહતી. જવાબમાં યશ દુબેના ૧૦૯ છતાં મધ્ય પ્રદેશ ૨૯૪માં ઓલઆઉટ થયું હતુ. પુલકિત નારંગે ૪ વિકેટ ઝડપી હતી. રેસ્ટ ઓફ ઈન્ડિયાએ જયસ્વાલના ૧૪૪ને સહારે ૨૪૬નો સ્કોર કરતાં મધ્ય પ્રદેશને ૪૩૭નો ટાર્ગેટ આપ્યો હતો.