IPLના સૌથી યુવા ક્રિકેટ વૈભવ સૂર્યવંશીએ ખોટી ઉંમર બતાવી ? પિતાએ આપ્યો જવાબ
Image Insta |
Vaibhav Suryavanshi IPL 2025 Real age : આઈપીએલ મેગા ઓક્શન (આઈપીએલ 2025 મેગા ઓક્શન)માં બિહારમાં 13 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ આ દરમિયાન તેની સાચી ઉંમર વિશે ઘણા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે તેના પિતા સંજીવ સૂર્યવંશીએ આ સમગ્ર મામલે તમામ અફવાઓનો જવાબ આપ્યો છે.
તે ભારત તરફથી અંડર-19 રમી ચૂક્યો છે
વૈભવની સાચી ઉંમર અંગેના વિવાદ વિશે પૂછવામાં આવ્યું, જેના વિશે ઘણા લોકો દાવો કરે છે કે, તે 15 વર્ષનો છે, ત્યારે પિતાએ તરત જ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, જ્યારે તે સાડા 8 વર્ષનો હતો, ત્યારે તેણે પહેલીવાર BCCI બોન ટેસ્ટ આપ્યો હતો. તે ભારત તરફથી અંડર-19 રમી ચૂક્યો છે. અમને કોઈનાથી ડર નથી. તે ફરીથી 'ઉંમર પરીક્ષણ' માંથી પસાર થઈ શકે છે.
આ પણ વાંચો : ધોની ભાઈની યાદ આવશે...', MIમાં સામેલ થયા બાદ સ્ટાર બોલરનું નિવેદન વાઇરલ
વૈભવને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો, વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી તેના પિતા સંજીવે વૈભવને નેટ પ્રેક્ટિસ કરાવવા લાગ્યા હતા. અને તેના માટે વૈભવના પિતાએ ઘરમાં જ નેટ લગાવી હતી. એ પછી વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. ત્યાર બાદ વૈભવે પટનાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી.
પિતા સંજીવ સૂર્યવંશી થયા ભાવુક...
વૈભવ સૂર્યવંશીની આઈપીએલ હરાજી બાદ સંજીવ ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, મારા 10 વર્ષના દિકરા વૈભવનું ક્રિકેટનું સપનું પૂરું કરવા માટે મેં મારી ખેતીની જમીન વેચી દીધી. પરંતુ સંદિર બિહારના સમસ્તીપુર શહેરથી 15 કિલોમીટર દૂર તેમના મૂળ ગામ મોતીપુરમાં આવેલી ખેતીની જમીનનો માલિક છે.
સંજીવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, હવે તે માત્ર અમારો દિકરો નથી, પરંતુ સમગ્ર બિહારનો દિકરો છે. વૈભવ હાલ અંડર-19 એશિયા કપ માટે દુબઈમાં છે. તેને મુશ્કેલીઓના દિવસો યાદ આવ્યા. મારા દીકરાએ સખત મહેનત કરી છે. 8 વર્ષની ઉંમરે તેણે અંડર-16 ડિસ્ટ્રિક્ટ ટ્રાયલમાં સારું પ્રદર્શન કર્યું હતું. હું તેને ક્રિકેટ કોચિંગ માટે સમસ્તીપુર લઈ જતો અને પછી પાછો લાવતો હતો.