IPL 2025 : રિષભ પંત સહિત આખી LSG ટીમ દંડાઈ, BCCIએ ફટકાર્યો લાખોનો દંડ
MI Vs LSG Rishabh Pant Fined: રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સને મુંબઈ ઈન્ડિયન્સ સામે 54 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ લખનઉના કેપ્ટન રિષભ પંતને વધુ એક ઝટકો લાગ્યો છે. BCCIએ પંત પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો.
લખનઉની ટીમ પર આ દંડ સ્લો ઓવર રેટને કારણે ફટકારવામાં આવ્યો છે, જે આ સિઝનમાં તેની ટીમ દ્વારા બીજુ ઉલ્લંઘન રહ્યું છે. બીજી તરફ LSGની ટીમને છ લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા ચૂકવવા પડશે.
રિષભ પંત પર 24 લાખનો દંડ
વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતને સ્લો ઓવર રેટ માટે 24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે રમાયેલી મેચમાં લખનઉને 54 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બાદ લખનઉની ટીમ 10 માંથી પાંચ મેચ જીતીને -0.325ના નેટ રન રેટ સાથે પોઈન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાન પર છે.
મુંબઈ સામેની હાર બાદ IPLએ એક નિવેદન જાહેર કરીને પંત પર દંડની માહિતી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 'સ્ટાર વિકેટકીપર બેટ્સમેનને સ્લો ઓવર રેટને કારણે બીજી વખત દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી તરફ તેમની ટીમને છ લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા ચૂકવવા પડશે.'
આ પણ વાંચો: MI vs LSG: મુંબઈની સતત 5મી જીત, લખનઉને હરાવ્યું, રિકેલ્ટન-યાદવ-બુમરાહનો તરખાટ, જુઓ VIDEO
IPLએ પોતાના નિવેદનમાં લખ્યું કે, કારણ કે આ IPL આચારસંહિતાની કલમ 2.22 હેઠળ તેમની ટીમનો સીઝનનો બીજો ગુનો હતો, જે ન્યૂનતમ ઓવર-રેટના ગુનાઓ સાથે સંબંધિત છે, તેથી પંત પર 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ ખેલાડી સહિત બાકીના પ્લેઈંગ ઈલેવનના સભ્યોને છ લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવશે.
MI Vs LSG: મુંબઈની પાંચમી જીત
IPL 2025ની 45મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવી દીધું હતું. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 215 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી રયાન રિકેલ્ટને 58 રનની ઈનિંગ રમી. તેના સિવાય સૂર્યકુમાર યાદવે 54 રનની ઈનિંગ રમી હતી.
તેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં માત્ર 161 રન જ બનાવી શકી હતી. આયુષે મેચમાં સૌથી વધુ રન (35) બનાવ્યા. આમ મુંબઈએ લખનઉને 54 રનથી હરાવીને વર્તમાન સિઝનમાં પોતાની પાંચમી જીત નોંધાવી છે.