IPL 2025ના મેગા ઓક્શન પહેલા રિલીઝ કરી દેવાશે રાહુલ અય્યર સહિત આ 5 સ્ટાર ખેલાડીઓ? સસ્પેન્સ વધ્યું
IPL Retention 2025: આઈપીએલ 2025 ની મેગા ઓક્શન નવેમ્બરના આખરી સપ્તાહમાં યોજાશે. આ ઈવેન્ટ પહેલા ફ્રેન્ચાઈઝી પોતાની રિટેન્શનને અંતિમ સ્વરૂપ આપી રહી છે. હરાજીના નિયમો પ્રમાણે ફ્રેન્ચાઇઝી ડાયરેક્ટ રીટેન્શન અને રાઇટ ટુ મેચ (RTM) વિકલ્પના સંયોજનનો ઉપયોગ કરીને વધુમાં વધુ છ ખેલાડીઓને ફરીથી સાઇન કરી શકે છે. મર્યાદિત રીટેન્શનને કારણે ફ્રેન્ચાઇઝીસને ઘણા મોટા નામોને રિલીઝ કરવા પડી શકે છે. અમે એવા 5 દિગ્ગજ ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ. જેમને હરાજી પહેલા રિલીઝ કરવામાં આવી શકે છે.
કેએલ રાહુલ
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ તેને 2022ની મેગા ઓક્શનમાં તેને 18 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો. તેણે ત્રણ સિઝન સુધી ટીમની કેપ્ટનશીપ કરી હતી. ખરાબ ફોર્મ અને ઇજાઓને કારણે લખનૌની ટીમ તેને રિટેન નહીં કરી શકે. તેણે ફ્રેન્ચાઈઝીને 3 માંથી 2 સીઝનમાં પ્લેઓફ સુધી પહોચાડી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે લખનૌની ટીમ મયંક યાદવ, આયુષ બદોની અને રવિ બિશ્નોઈને રિટેન કરી શકે છે. રાહુલે તેના માટે 38 મેચમાં 1410 રન બનાવ્યા છે. તેના સ્ટ્રાઈક રેટને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. સ્લો સ્ટ્રાઈક રેટને કારણે ટીમ તેને બહાર કરવા અંગે વિચાર કરી રહી છે.
રિષભ પંત
દિલ્હી કેપિટલ્સ માટે રિષભ પંતને રિટેન કરવું એ સૌથી સરળ કામ માનવામાં આવી રહ્યું છે. પરંતુ હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ટીમથી અલગ થઈ જશે. ટીમ મેનેજમેન્ટ સાથે તેના સંબંધો પણ ખરાબ થઈ રહ્યા છે. માહિતી પ્રમાણે કેટલીક ફ્રેન્ચાઈઝી પંતને લઈને ઉત્સાહિત છે. તેમાં સૌથી મોટી ચેન્નાઈ સુપર કિંગ્સ છે. જોકે, હરાજીમાં પર્સ બાબતે પંજાબ કિંગ્સની દાવેદારી વધુ મજબૂત હશે.
ફાફ ડુપ્લેસીસ
RCB 40 વર્ષના ફાફ ડુપ્લેસીસને રિસીઝ કરી શકે છે. ફ્રેન્ચાઇઝી અન્ય વિદેશી ખેલાડીઓને પ્રાધાન્ય આપી શકે છે. તે નિયમિત રુપે કેટલીયે ટી20 લીગમાં પણ રમે છે, પરંતુ 40 વર્ષની ઉંમરમાં ડુપ્લેસિસને ફ્રેન્ચાઈઝીની લાંબા ગાળાની યોજનાઓમાં સહિતનો નિર્ણય કદાચ સૌથી સમજદારી ભર્યો નિર્ણય ન હોઈ શકે. આરસીબી પાસે ગ્લેન મેક્સવેલ, વિલ જેક્સ અને કેમેરોન ગ્રીન જેવા વિદેશી વિકલ્પો છે, જે દક્ષિણ આફ્રિકાના ખેલાડીને પછાડી શકે છે.
પેટ કમિન્સ
પેટ કમિન્સ અને તેના નેતૃત્વએ સનરાઇઝર્સ હૈદરાબાદના નોંધપાત્ર ફેરફારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જોકે, સનરાઇઝર્સ અન્ય વિદેશી ખેલાડીઓને રિટેન કરવા પર ધ્યાન આપી શકે છે. હૈદરાબાદની ટીમ RTM દ્વારા કમિન્સને હરાજીમાં પરત લાવવાનું વિચારી રહી છે.
શ્રેયસ અય્યર
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 2024માં આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. તેનો કેપ્ટન શ્રેયસ અય્યર હતો. જોકે, હાલમાં અય્યરનું ફોર્મ સારુ નથી. અને તે ટીમ ઈન્ડિયામાં પણ નથી. અય્યરે ગત સિઝનમાં 14 મેચમાં 351 રન બનાવ્યા હતા. આ સિવાય KKR પાસે ઘણાં વિદેશી વિકલ્પો છે, જે શ્રેયસ કરતાં વધુ પ્રાથમિકતા હોઈ શકે છે. KKRની ટીમ સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તીને રિટેન કરવાનું વિચારી રહી છે.