Get The App

IPL Playoff Scenario: શું ચેન્નાઈની સાથે RCB પણ પ્લેઓફમાં પહોંચી શકે છે? ત્રણ સ્થાન માટે આ ટીમો વચ્ચે રસાકસી

Updated: May 13th, 2024


Google NewsGoogle News
IPL Playoff Scenario: શું ચેન્નાઈની સાથે RCB પણ પ્લેઓફમાં પહોંચી શકે છે? ત્રણ સ્થાન માટે આ ટીમો વચ્ચે રસાકસી 1 - image


Image: BCCI X

IPL Playoff Scenario: રવિવારના ડબલ હેડર મેચમાં યલો આર્મી, ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ આરમી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે જીત હાંસલ કરીને પ્લેઓફની રેસને રોમાંચક વળાંક પર પહોંચાડી દીધી છે. IPL 2024ની 62 મેચો બાદ પણ અત્યાર સુધી માત્ર એક જ ટીમ પ્લેઓફની ટિકિટ મેળવવામાં સફળ રહી છે અને તે ટીમ છે પણ શનિવારની MI vs KKRની મેચના પરિણામ બાદ જાણવા મળી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં પહોંચ્યા બાદ હવે બાકીના ત્રણ સ્થાનો માટે સાત ટીમો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. 12 મેના રોજ, RCBએ દિલ્હી સામેની જીત સાથે પ્લેઓફની આશા જીવંત રાખી હતી. હવે સૌથી મોટો સવાલ ક્રિકેટ ફેન્સ વચ્ચે એ ચર્ચાઈ રહ્યો છે કે CSK અને RCB બંને પ્લેઓફમાં પહોંચી શકે છે ખરા ?

RCBએ છેલ્લી મેચ જીતવી પડશે...!

રોયલ આર્મી હાલમાં 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. RCB 18 મેના રોજ ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં CSK સામે ટકરાશે. જો ડુપ્લેસીસની ટીમ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈને હરાવશે તો તેનો નેટ રન રેટ CSK કરતા સારો થશે અને તેના ખાતામાં 14 પોઈન્ટ હશે. આ સિવાય બેંગ્લોરે સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટ્સની મેચો પર પણ નિર્ભર રહેવું પડશે. જો કેએલ રાહુલની ટીમ બે મેચમાંથી માત્ર એક જ જીતે છે અને દિલ્હી-ગુજરાતનો નેટ રન રેટ નબળો રહે તો શનિવારે આરસીબી-ચેન્નઈ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાઈ શકે છે.

ચેન્નાઈ માત્ર 1 પગલું દૂર :

ચેન્નાઈ 13 મેચમાં 7 જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ટીમના ખાતામાં 14 પોઈન્ટ છે. ચેન્નાઈએ તેની છેલ્લી મેચ બેંગ્લોર સામે જ રમવાની છે. જો યલો બ્રિગેડ આ મેચ જીતશે તો પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. સાથે જ જો તેઓ મેચ હારી જાય છે તો તેમને નેટ રન રેટ પર નિર્ભર રહેવું પડશે.

RCB-CSK બંનેના ટોપ 4માં પહોંચવાના સમીકરણો કયા?

જો RCB તેની આગલી મેચમાં CSKને ઓછા અંતરથી હરાવશે તો તેના 14 પોઈન્ટ હશે. આ સ્થિતિમાં CSKના નેટ રન રેટને વધુ અસર નહિ થાય. લખનૌ તેની આગામી બે મેચમાં માત્ર એકમાં જ જીત હાંસલ કરે. 14 મેના રોજ લખનૌનો મુકાબલો દિલ્હી સાથે થશે જ્યારે 17 મેના રોજ તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. જો દિલ્હી લખનૌને હરાવશે તો તેના ખાતામાં 14 પોઈન્ટ થઈ જશે. હૈદરાબાદને તેની બંને મેચ હારવી પડશે. આ સ્થિતિમાં તે માત્ર 14 રન પર જ અટકશે અને તેનો નેટ રન રેટ પણ અટકી જશે. આ સ્થિતિમાં RCB અને CSK 14 પોઈન્ટ અને સારા નેટ રન રેટ સાથે ટોપ-4માં પ્રવેસશે. તે જ સમયે લખનૌ અને હૈદરાબાદના 14-14 પોઈન્ટ હશે પરંતુ તેમનો નેટ રન રેટ ચેન્નાઈ અને બેંગ્લોરની સરખામણીમાં વધુ નહીં હોય તેથી બંને ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાઈ થશે.


Google NewsGoogle News