IPL પ્લેઓફમાં જબરો પેચ ફસાયો: ત્રણ ટીમો પાસે એક જેવા અંક, કોનું કપાશે પત્તું?
Image Source: Instagram
IPL Playoff Scenario: આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં માત્ર 11 લીગ મેચો જ બાકી રહી છે. હજુ સુધી પ્લેઓફમાં રમનારી ટીમોને લઈને ચિત્ર સ્પષ્ટ નથી થયુ. જે બે ટીમો પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે તેના નામની આગળ પણ ક્વોલિફિકેશન ટેગ નથી લાગ્યો. જો કે 16 પોઈન્ટ પર પહોંચ્યા બાદ હવે તેમનું સ્થાન નિશ્ચિત થઈ ગયું છે પરંતુ તે સમજવું મુશ્કેલ છે કે નીચેની બે ટીમ કોણ હશે. રેસમાં 6 ટીમો છે જેમાંથી 3 ટીમો પાસે એક જેવા અંક છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 પ્લેઓફનો જબરો પેચ ફસાયો છે. શરૂઆતની મેચોમાં હાર બાદ જે ટીમો બહાર થવાના આરે હતી તે ટીમોએ વળતો પ્રહાર જોવા મળ્યો છે. પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને હવે ગુજરાત ટાઈટન્સે જીત મેળવીને પ્લેઓફનું સમીકરણ જટિલ બનાવી દીધું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની ટીમો આ રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ ઉપરાંત તમામ ટીમો પ્લેઓફમાં પહોંચવાનો દાવા રાખે છે.
IPL પ્લેઓફમાં જબરો પેચ ફસાયો
એક અઠવાડિયા પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો માટે રસ્તો સરળ નજર આવી રહ્યો હતો. છેલ્લી મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈ અને લખનઉનો મામલો બગડી ગયો છે. દિલ્હીને મળેલી જીતે તેનુ કામ સરળ કરી દીધુ છે જ્યારે ઉપરની ટીમની મુશ્કેલી વધારી દીધી છે. કોલકાતા અને રાજસ્થાન બાદ પ્લેઓફમાં બે સ્થાન બચ્યા છે. હાલમાં આ ત્રણેય ટીમો એક સરખા અં પર છે અને કોઈ પણ બહાર થઈ શકે છે.
12 અંક પર ત્રણ ટીમો
ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો 12-12 અંક પર છે. CSKએ હવે રાજસ્થાન રોયલ્સ અને RCB સામે બાકી રહેલી બે મેચ રમવાની છે. દિલ્હીનો બેંગ્લોર અને લખનાઉ સાથે મુકાબલો થશે. જો વિરાટ કોહલી ફોર્મમાં જ રહ્યો અને તેની ટીમ બંને બાકીની મેચ જીતી જાય તો ચેન્નાઈ અને દિલ્હીનું 16 અંકો પર પહોંચવાનું સપનું તૂટી જશે. જો RCB લખનઉની ટીમ સામે હારી જશે તો તેની પણ 16 અંકોની આશા પર પાણી ફરી વળશે.
કોઈ પણ ટીમ થઈ શકે છે બહાર
હાલમાં જે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે તે પ્રમાણે 6 ટીમો પ્લેઓફની રેસમાં છે. લખનઉ અને દિલ્હીની ટીમ વચ્ચે મેચ રમાશે તો એ નક્કી છે કે, કોઈ એક ટીમ જ 16 અંક સુધી પહોંચશે. RCBની ચેન્નાઈ અને દિલ્હી સામે મેચ રમાશે એનો અર્થ એ કે, કાંતો બંને ટીમ અંક હાંસલ કરશે અથવા વિરાટ કોહલીનું સપનું ફરીથી તૂટશે. પ્લેઓફમાં જબરો પેચ ફસાયો છે અને કોઈ પણ ટીમનું પત્તું કપાઈ શકે છે.