Get The App

અમારા સ્ટારને ટીમમાં પાછો લાવો...' IPL હરાજી વચ્ચે SRHના માલિક કાવ્યા મારન સમક્ષ ફેન્સની માગ

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
અમારા સ્ટારને ટીમમાં પાછો લાવો...' IPL હરાજી વચ્ચે SRHના માલિક કાવ્યા મારન સમક્ષ ફેન્સની માગ 1 - image


IPL Auction 2025 SRH Team:  ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની મેગા ઓક્શનનો આજે બીજો દિવસ છે. હવે આજે બીજા દિવસે ઓક્શનમાં વધુમાં વધુ 132 ખેલાડીઓને ખરીદવામાં આવશે. તેમને ખરીદવા માટે તમામ 10 ટીમોના પર્સમાં કુલ 173.55 કરોડ રૂપિયા બચ્યા છે. IPLની મેગા ઓક્શન સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ રહી છે.

કાવ્યા મારનની સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025ના મેગા ઓક્શનમાં પ્રથમ દિવસે 6 ખેલાડી ખરીદ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આજે ભુવનેશ્વર કુમાર માટે ખાસ માગ કરવામાં આવી છે. 


મેગા ઓક્શનના પ્રથમ દિવસે દેશી અને વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થયો હતો. આ દરમિયાન 72 ખેલાડીઓ વેચાયા હતા. પરંતુ ભુવનેશ્વર કુમાર માટે સોશિયલ મીડિયા પર એક અલગ જ ટ્રેન્ડ ચાલ્યો છે ચાહકોએ તેના સમર્થનમાં અનેક ટ્વીટ કર્યા છે. ચાહકોએ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના માલિક અને સીઈઓ કાવ્યા મારનને ભુવનેશ્વર કુમારને ટીમમાં પાછો લાવવાની માગ કરી છે.


34 વર્ષીય ભુવનેશ્વર કુમાર પર SRHએ 4 કરોડ 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. પરંતુ SRHએ તેને ઓક્શન પહેલા રિલીઝ કરી દીધો હતો. હવે ભુવનેશ્વર કુમારની IPL 2025 ઓક્શનમાં બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા છે. 



SRHએ પ્રથમ દિવસે આ ખેલાડીઓને ખરીદ્યા

મોહમ્મદ શમી (ભારત) - 10 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ - 2 કરોડ)

ઈશાન કિશન (ભારત) – 11.25 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ- 2 કરોડ)

રાહુલ ચાહર (ભારત) - 3.20 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ- 1 કરોડ)

એડમ જામ્પા (ઓસ્ટ્રેલિયા)- 2.40 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ- 2 કરોડ)

અભિનવ મનોહર (ભારત)- 3.20 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ- 30 લાખ) 

સિમરજીત સિંહ (ભારત)- 1.50 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ (બેઝ પ્રાઈઝ- 30 લાખ) 



સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025 માટે આ ખેલાડીઓને કર્યા રિટેન

સનરાઈઝર્સ હૈદરાબાદે IPL 2025 માટે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં હેનરિક ક્લાસેન (23 કરોડ), પેટ કમિન્સ (18 કરોડ), અભિષેક શર્મા (14 કરોડ), ટ્રેવિસ હેડ (14 કરોડ), નીતિશ રેડ્ડી (6 કરોડ) સામેલ છે.




Google NewsGoogle News