T20 વર્લ્ડકપ 2024નું ટાઈટલ જીતવા પ્રબળ દાવેદાર કોણ? દિગ્ગજ વિકેટકીપરે લીધું આ ટીમનું નામ
Image Twitter |
T20 World Cup 2024: શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડિરેક્ટર કુમાર સંગાક્કારાએ ભારતને આગામી T20 વર્લ્ડ કપ ટાઇટલ માટે મજબૂત દાવેદાર બતાવ્યું છે. કુમાર સંગાક્કારાનું માનવું છે કે, આ ટીમને ટી-20 વર્લ્ડ કપ માટે મજબૂત ખેલાડીઓની પસંદગી કરી છે. સંગાક્કારાએ ભારતની સંતુલિત ટીમની પ્રશંસા કરી અને તેમની શક્તિશાળી બેટિંગ લાઇન-અપ, શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તેમજ શાનદાર સ્પિન આક્રમણને ફોકસ કર્યું છે.
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન સંગાક્કારાનું માનવું છે, કે ભારતીય ટીમમાં શાનદાર સંયોજન છે, તેઓ પરિસ્થિતિના આધારે અજમાવી શકે છે. તેમજ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ ટીમ કોમ્બિનેશનના આધારે પિચ અને પ્રતિસ્પર્ધી અનુસાર જાણકારોની પસંદગી કરવામાં આવી છે.
કુમાર સંગાક્કારાએ શું કહ્યુ
ભારત પાસે ખૂબ જ મજબૂત ટીમ છે. તેમની બેટિંગ ક્રમ કવર કરી લેવામાં આવ્યો છે. તેમની પાસે ઓલરાઉન્ડર છે. તેનો સ્પિન આક્રમક અને ઉચ્ચ ક્વોલિટીનો છે. અને તેમની પાસે એવા સંયોજન છે, જેને તે પરિસ્થિતિના આધારે અજમાવી શકે છે. પરિસ્થિતિઓને જાણતા મને વિશ્વાસ છે, કે રાહુલ દ્રવિડ અને રોહિત શર્માને સારો આઈડીયા છે કે, વર્લ્ડ કપ માટે કેવા પ્રકારની ટીમ ઈચ્છે છે.
તેમા સારી વાત એ છે કે, ભારતીય ટીમની પાસે બે કે ત્રણ કોમ્બિનેશન છે. આ નિર્ભર કરશે કે તેમનું સંયોજનથી બેટિંગ ઓર્ડર મજબૂત થશે અથવા પછી બોલિંગ. પરંતુ આ ખૂબ જ સંતુલિત ટીમ છે. તે ખૂબ જ મજબૂત ટીમ છે અને ભારત હંમેશા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં મજબૂત સાબિત થયું છે.
ભારતે પસંદ કર્યા 4 રોયલ્સ
ટી 20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલા 15 સભ્યોની ભારતીય ટીમમાં રાજસ્થાન રોયલ્સના ચાર ખેલાડીઓને જગ્યા મળી છે. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલને 15 સભ્યોની ટીમમાં રાખવામાં આવ્યા છે, જ્યારે આવેશ ખાનને રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. સંગાક્કારા પોતાની ટીમના ખેલાડીઓના સમર્પણથી ઘણો ખુશ છે.
તેમણે કહ્યું, “અમને અમારા ખેલાડીઓ પર ગર્વ છે, કે જેમને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેઓએ સખત મહેનત કરી છે. હું સમજી શકુ છું કે, જ્યા સુધી ટીમની જાહેરાત ન થાય, ત્યા સુધી સમજી શકું છું કે, તેમના મનમાં શું ચાલી રહ્યું હશે. ખેલાડીઓને ઘણો શ્રેય આપવો પડશે કે, ટીમની જાહેરાતથી દૂર IPLમાં વધુ સારું પ્રદર્શન કરવાની કોશિશ કરી, આ તેમના માટે કારગત સાબિત થયું. ”