Get The App

VIDEO : બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં ચકમક, રોહિત શર્માનું રિએક્શન વાઈરલ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO :  બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં ચકમક, રોહિત શર્માનું રિએક્શન વાઈરલ 1 - image


Karun Nair Jasprit Bumrah Fight: દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે આ સીઝનમાં પહેલી વાર હારનો સામનો કર્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 12 રનથી દિલ્હીને હરાવી હતી. જો કે, દિલ્હી કેપિટલ્સ તરફથી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાન પર ઉતરેલા કરૂણ નાયરે 89 રનની અદ્ધભૂત ઈનિંગ રમી ચાહકોના દિલ જીતી લીધા હતા. તેણે જસપ્રીત બુમરાહનો બરાબરનો ઉધડો લઈ નાખતા તેની ઓવરમાં 18 રન ફટકાર્યા હતાં. 

દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કરૂણ નાયરે 22 બોલમાં અર્ધસદી ફટકારી હતી. પરંતુ બાદમાં બુમરાહ અને કરૂણ નાયર વચ્ચે ચકમક જોવા મળી હતી. બંને વચ્ચે બબાલ થઈ ગઈ હતી. ડ્રિંક્સ બ્રેક દરમિયાન બુમરાહે કરૂણને કંઈક કહેતાં કરૂણે સામો જવાબ આપ્યો હતો. દરમિયાન આ બંને વચ્ચે થયેલા વિવાદની મજા મુંબઈના સ્ટાર રોહિત શર્માએ લીધી હતી. તેનું રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થયુ હતું.



આ પણ વાંચોઃ અક્ષર પટેલને BCCIએ રૂ.12 લાખનો દંડ ફટકાર્યો, પાટીદાર-સંજુ સેમસન જેવી ભૂલનું કર્યું પુનરાવર્તન

બુમરાહને હંફાવ્યો

કરૂણ નાયર 48 રન પર બેટિંગ કરી રહ્યો હતો. જસપ્રીત બુમરાહની બોલિંગ પર તેણે બે રન ફટકારી અર્ધસદી બનાવી હતી. દરમિયાન રન બનાવતી વખતે તે બુમરાહ સાથે અથડાઈ ગયો હતો. જેથી બુમરાહે તેને ડ્રિંક્સ બ્રેક દરમિયાન તતડાવ્યો હતો. જો કે, કરૂણ નાયરે પણ સામો જવાબ આપ્યો હતો. આ બંને વચ્ચે બોલાચાલી થતાં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે પડ્યો હતો અને મામલો શાંત કર્યો હતો. જો કે, આ તમામ વિવાદ દરમિયાન રોહિત શર્મા મનમોજી સ્ટાઈલમાં રિએક્શન આપતો જોવા મળ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થયુ હતું. હિટમેન આ બોલાચાલીની મજા ઉઠાવી રહ્યો હતો. કેમેરામેન જ્યારે તેના પર ફોકસ કર્યું ત્યારે તે ડોક ફેરવી ફની રિએક્શન આપતો જોવા મળ્યો હતો. 

12 રનથી દિલ્હી કેપિટલ્સ હારી

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાયેલી ગઈકાલની મેચ રોમાંચક રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 12 રનથી દિલ્હી કેપિટલ્સને હરાવી હતી. આ મેચમાં ઈમ્પેક્ટ ખેલાડીઓ અસરદાર સાબિત થયા હતા. દિલ્હી તરફથી કરૂણ નાયરે 89 રન અને મુંબઈ તરફથી કર્ણ શર્માએ ત્રણ વિકેટ ઝડપી લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.  મુંબઈ ઈન્ડિયન્સ ટીમે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ 19 ઓવરમાં 193 રનમાં સમેટાઈ ગઈ હતી. સતત બે મેચમાં હાર્યા બાદ મુંબઈએ આ જીત હાંસલ કરી હતી. જ્યારે દિલ્હી આ સીઝનમાં અત્યાર સુધી સતત જીત્યા બાદ ગઈકાલે પહેલી વખત હારી હતી.

VIDEO :  બુમરાહ અને કરુણ નાયર વચ્ચે મેદાનમાં ચકમક, રોહિત શર્માનું રિએક્શન વાઈરલ 2 - image

Tags :