દુનિયાની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPLની બ્રાન્ડ વેલ્યુ 1 લાખ કરોડને પાર, 4 ફ્રેન્ચાઈઝીની બલ્લે-બલ્લે
IPL Teams In 100 Million Dollar Club: વર્લ્ડ ક્રિકેટની સૌથી મોટી ટી20 લીગ આઈપીએલમાં માત્ર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ નથી થઈ રહ્યો, પરંતુ તેનો લાભ ટીમને પણ થઈ રહ્યો છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ છેલ્લા એક વર્ષમાં 13 ટકા વધી રૂ. 1.10 લાખ કરોડે (12 અબજ ડોલર) પહોંચી છે. આ સાથે આઈપીએલ 100 મિલિયન ડોલર ક્લબમાં સામેલ થઈ છે.
બ્રાન્ડ વેલ્યૂએશન કરનારી સંસ્થા બ્રાન્ડ ફાઉનાન્સના રિપોર્ટ અનુસાર, આઈપીએલની લોકપ્રિયતાનો ગ્રાફ સતત આકાશે આંબી રહ્યો છે. જેમાં ટી20 લીગની બ્રાન્ડ વેલ્યૂ રૂ. 1 લાખ કરોડથી વધી છે. જેમાં રમનારી ચાર ટીમની બ્રાન્ડ વેલ્યૂ 100 મિલિયન ડોલર (રૂ. 1.1 લાખ કરોડ) ક્રોસ થઈ છે.
આ પણ વાંચોઃ Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ, ટ્રમ્પ-પુતિનને કારણે થયું શક્ય?
CSKનો દબદબો
આઈપીએલના અત્યારસુધીના ઈતિહાસમાં પ્રથમ વખત ચાર ટીમની બ્રાન્ડ વેલ્યૂ અધધધ વધી છે. 1000 મિલિયન ડોલરના ક્લબમાં મહેન્દ્રસિંહ ધોની ફેમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ટોપ પર રહી છે. તેની બ્રાન્ડ વેલ્યૂ 122 મિલિયન ડોલર થઈ છે. બીજા સ્થાને રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ છે, જેની બ્રાન્ડ વેલ્યૂ 119 મિલિયન ડોલર છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ઓળખ વિરાટ કોહલીથી થાય છે. આ ટીમની બ્રાન્ડ વેલ્યૂ 117 મિલિયન ડોલરે પહોંચી છે. જ્યારે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની ટીમ કેકેઆરએ 109 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ હાંસલ કરી છે.
12.5 લાખ રોજગારીની તકો વધારી
દરવર્ષે યોજાનારી આઈપીએલ ટી20 લીગના લીધે દેશમાં 12.5 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પૂરી પાડે છે. ઉલ્લેખનીય છે, આઈપીએલનું માર્કેટ યુએઈસ, સાઉદી અરબ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી વિસ્તરિત થયુ છે. આઈપીએલની બ્રાન્ડ વેલ્યૂ 2023માં 80 ટકા વધી હતી. 2022માં રૂ. 14688 કરોડ હતી, જે 2023માં રૂ. 26438 કરોડ હતી.
આઈપીએલ ટોપ-10 ફ્રેન્ચાઈઝી બ્રાન્ડ