Get The App

ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીને કેટલા રૂપિયાનું ઈનામ મળ્યું? હર્ષલ પટેલથી લઈને સ્ટાર્ક સુધી, જુઓ કોને કયો ઍવોર્ડ અપાયો

Updated: May 27th, 2024


Google NewsGoogle News
ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીને કેટલા રૂપિયાનું ઈનામ મળ્યું? હર્ષલ પટેલથી લઈને સ્ટાર્ક સુધી, જુઓ કોને કયો ઍવોર્ડ અપાયો 1 - image
(Image - IANS)

IPL 2024 Prize Money: IPL 2024 સીઝન પૂરી થઈ ગઈ છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ રવિવારે સનરાઈઝર્સ હૈદરાબાદને આઠ વિકેટે હરાવીને ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ કોલકાતાએ છેલ્લે 2014ની સિઝનમાં આ ટાઈટલ જીત્યું હતું અને હવે 10 વર્ષ પછી આ ટાઈટલ જીત્યું હતું. 

IPL વિજેતા ટીમને રૂ. 20 કરોડ આપવામાં આવ્યા

BCCIએ આ વર્ષે પ્રથમ વખત પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ આપ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમે એવોર્ડ જીત્યો અને ઈનામ તરીકે રૂ. 50 લાખ મેળવ્યા હતા. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ IPL વિજેતા ટીમને રૂ. 20 કરોડ આપવામાં આવ્યા હતા. સાથે જ ફાઈનલમાં હારેલી ટીમને ગયા વર્ષની જેમ રૂ. 12.5 કરોડ આપવામાં આવ્યા હતા. 

આ સીઝનમાં બન્યા ઘણા એવોર્ડ 

આ વર્ષની આઈપીએલ સીઝનમાં બનેલા રેકોર્ડ્સને ભવિષ્યમાં તોડવા ખૂબ જ મુશ્કેલ છે. T20 મેચમાં સૌથી વધુ છગ્ગા ઉપરાંત, તેમાં સૌથી મોટો સ્કોર, સૌથી મોટો ચેઝ, સૌથી વધુ વખત 200 કે તેથી વધુનો સ્કોર જેવા ઘણા મોટા રેકોર્ડ્સ સામેલ છે. તેમજ આ સીઝનના રેકોર્ડ્સ તોડવા એટલા માટે પણ મુશ્કેલ છે કારણ કે આવતા વર્ષે મેગા ઓક્શન છે જેથી દરેક ટીમ લહ્ભાગ બદલાઈ જશે. 

આટલી પ્રાઈઝ મની આપવામાં આવી

આ ઉપરાંત આઈપીએલમાં ખર્ચવામાં આવેલી રકમને લઈને લીગ હંમેશા સમાચારમાં રહે છે. ટીમોને મળેલી ઈનામી રકમ ઉપરાંત અન્ય ઘણા એવોર્ડ્સ આપવામાં આવે છે. જેમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ફેર પ્લે એવોર્ડ જેવા એવોર્ડ સામેલ છે. એવામાં જાણીએ કે આ તમામ એવોર્ડ્સ, તેમાં આપવામાં આવતી ઇનામની રકમ અને વિજેતા વિષે જોઈએ. 

એવોર્ડપ્રાઇઝ મની (રૂ.)વિજેતા
પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ50 લાખહૈદરાબાદ ક્રિકેટ એસો
પર્પલ કેપ વિનર10 લાખહર્ષલ પટેલ
ઓરેન્જ કેપ વિનર10 લાખવિરાટ કોહલી
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન10 લાખસુનીલ નારાયણ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન10 લાખનીતિશ રેડ્ડી
ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન10 લાખજેક ફ્રેઝર મેકગર્ક
સીઝનના સુપર સિક્સ10 લાખઅભિષેક શર્મા
સીઝનના સુપર ફોર10 લાખટ્રેવિસ હેડ
ફેર પ્લે એવોર્ડ10 લાખસનરાઇઝર્સ હૈદરાબાદ
કેચ ઓફ ધ સીઝન10 લાખરમનદીપ સિંહ
પ્લેયર ઓફ ધ મેચ5 લાખમિચેલ સ્ટાર્ક

IPL ઓરેન્જ કેપ: આ એવોર્ડ સમગ્ર IPL સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે.

ફેર પ્લે એવોર્ડઃ આ એવોર્ડ એ ટીમને આપવામાં આવે છે જેણે આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ શિસ્ત સાથે રમી હોય અને કોઈ ગેરવર્તણૂક કરી ન હોય.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરઃ આ એવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે જેણે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય.

IPL પર્પલ કેપ: આ એવોર્ડનો વિજેતા તે બોલર છે જેણે સમગ્ર IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.

ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝનઃ આ એવોર્ડ સીઝનના ઉભરતા સ્ટારને આપવામાં આવે છે. વિજેતાને 10 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.

ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીને કેટલા રૂપિયાનું ઈનામ મળ્યું? હર્ષલ પટેલથી લઈને સ્ટાર્ક સુધી, જુઓ કોને કયો ઍવોર્ડ અપાયો 2 - image


Google NewsGoogle News