હીરો બનીને ગયો હતો અને ઝીરો બની ગયો, IPL 2024ના ચેમ્પિયન્સ કેપ્ટનની થઈ ફજેતી!

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
હીરો બનીને ગયો હતો અને ઝીરો બની ગયો, IPL 2024ના ચેમ્પિયન્સ કેપ્ટનની થઈ ફજેતી! 1 - image

Shreyas Iyer: એક સમયે આઈપીએલમાં પોતાની બેટિંગ દ્વારા ધૂમ મચાવનાર શ્રેયસ અય્યર હાલમાં સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે. દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા-D ટીમની કેપ્ટનશીપ કરી રહેલો શ્રેયસ કેપ્ટન શૂન્ય રને આઉટ થઇ ગયો હતો. ઈન્ડિયા-Aના ઝડપી બોલર ખલીલ અહેમદે શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. શ્રેયસ માત્ર સાત બોલનો સામનો કરી શક્યો હતો. પરંતુ આ મેચમાં ખાસ વાત એ રહી કે, મેચ દરમિયાન શ્રેયસ અય્યર સનગ્લાસીસ પહેરીને રમવા ઉતર્યો હતો.

ઈન્ડિયા-A અને ઈન્ડિયા-D વચ્ચેની મેચમાં પહેલી બેટિંગ કરવ ઉતરેલી ઈન્ડિયા-Aની ટીમે 290 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈન્ડિયા-Dની ટીમ શરૂઆતમાં જ ખરાબ પ્રદર્શન કરી નાજુક સ્થિતિમાં આવી ગઈ હતી. અથર્વ તાયડે 4 રન અને યશ દુબે માત્ર 14 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ટીમને કેપ્ટન શ્રેયસ અય્યર પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. 

મેચમાં શ્રેયસ અય્યર હેલ્મેટની અંદર સનગ્લાસીસ પહેરીને બેટિંગ કરવા આવ્યો હતો. જોકે, તે માત્ર 7 બોલ રમી ખાતું ખોલાવ્યા વિના જ ખલીલ અહેમદના બોલ પર આઉટ થઇ ગયો હતો. ખલીલ અહેમદે ફુલર બોલ ફેંક્યો અને બોલ મિડ-ઓન પર આકિબ ખાનના હાથમાં ગયો હતો. અય્યર ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. તેને લઈને હવે સોશિયલ મીડિયા પર શ્રેયસની ખૂબ ટીકા થઈ રહી છે.

આ પણ વાંચો: 91 વર્ષમાં પહેલીવાર ભારતની ધરા પર બન્યો આ શરમજનક રેકૉર્ડ, વરસાદી વિઘ્નના કારણે થયા આવા હાલ

અગાઉ પણ શ્રેયસ દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડમાં માત્ર 63 રન બનાવી શક્યો હતો. શ્રેયસને આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. બાદમાં બીસીસીઆઈએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પણ હટાવી દીધો હતો. તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે જાહેર કરાયેલી ટીમમાં શ્રેયસ અય્યરને સ્થાન આપવામાં આવ્યું નથી.

હીરો બનીને ગયો હતો અને ઝીરો બની ગયો, IPL 2024ના ચેમ્પિયન્સ કેપ્ટનની થઈ ફજેતી! 2 - image


Google NewsGoogle News