ટેસ્ટ ક્રિકેટમાં 400 રન ફટકારનાર એકમાત્ર બેટરના મતે આ છે T20 વર્લ્ડકપ માટે બેસ્ટ ભારતીય ટીમ
| ||
Brain Lara picks on T20 World Cup Indian Team: T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા પૂર્વ ક્રિકેટ દિગ્ગજો પોતાની પસંદગીના ખેલાડીઓની જાહેરાત કરી રહ્યા છે. હવે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ક્રિકેટર કે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં 400 રન ફટકાર્યા હતા એવા બ્રાયન લારાએ પણ ભારતીય ટીમની પસંદગી કરી છે કે જેને વિશ્વની એક મોટી ઈવેન્ટમાં વર્લ્ડની દિગ્ગજ ટીમો સામે મેદાને ઉતારી શકાય.
લારાએ 15 સંભવિત ખેલાડીઓની પણ પસંદગી કરી
લારાએ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવી શકે એવા 15 સંભવિત ખેલાડીઓની પણ પસંદગી કરી છે. બ્રાઈન લારાએ પોતાની ટીમમાં ઓપનર માટે રોહિત અને યશસ્વી જયસ્વાલની પસંદગી કરી છે. જયારે વિરાટ કોહલીને ત્રીજું સ્થાન તો સૂર્યકુમાર યાદવને ચોથું સ્થાન આપ્યું છે. લારાએ વિકેટકીપર બેટ્સમેન માટે 15 સભ્યોની ટીમમાં રિષભ પંત અને સંજુ સેમસનને પણ સામેલ કર્યા છે.
ફિનિશર ક્રિકેટર રિંકુ સિંહને ન આપ્યું સ્થાન
આ ઉપરાંત હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પણ બ્રાયન લારાની પસંદગીની ટીમમાં સામેલ છે. તેમજ જાડેજાની સાથે લારાએ કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને સ્પિનર્સ તરીકે ટીમમાં સામેલ કર્યા છે.
તેમજ જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, સંદીપ શર્મા અને મયંક યાદવની ફાસ્ટ બોલર માટે પસંદગી કરવામાં આવી છે. બ્રાયન લારાની ભારતીય ટીમની જાહેરાતમાં ટીમના નવા ફિનિશર ક્રિકેટર રિંકુ સિંહને સ્થાન આપ્યું નથી જેથી તેના ફેન્સ ચોંકી ગયા છે.
ભારતે માત્ર એક જ વાર આ ખિતાબ જીત્યો છે
જૂનમાં ટી-20 વર્લ્ડ કપ રમાશે. જેમાં ભારતને માત્ર એક જ વાર ટી-20નો ખિતાબ મળ્યો છે. ત્યારબાદ ભારત આ ખિતાબ જીતવામાં નિષ્ફળ રહ્યું છે. આ સિવાય 2014માં ભારત ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ શ્રીલંકા સામે તીનો પરાજય થયો હતો.