IPL Auction: આ 3 ખેલાડીઓને ખરીદવા ફ્રેન્ચાઈઝીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા

Updated: Dec 11th, 2023


Google NewsGoogle News
IPL Auction: આ 3 ખેલાડીઓને ખરીદવા ફ્રેન્ચાઈઝીએ પાણીની જેમ પૈસા ખર્ચ્યા 1 - image


નવી દિલ્હી,તા. 11 ડિસેમ્બર 2023, સોમવાર

વિશ્વની સૌથી લોકપ્રિય લીગ2023 માટે ખેલાડીઓની હરાજી માટે હવે ગણતરીના જ દિવસો બાકી છે. IPL 2024ની હરાજી માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે આ હરાજી દુબઇમાં 19 ડિસેમ્બરનાં રોજ યોજાવવાની છે.  આ વખતની હરાજીમાં કુલ 1166 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીમાં રેસ લાગી છે. મહત્વનું છેકે, આ પહેલીવાર છે કે આ હરાજીનું આયોજન પહેલીવાર વિદેશમાં થઇ રહ્યું છે. આ વખતે પણ ઘણા જૂના ખેલાડીઓ રમતા જોવા મળશે, જેમાં CSKના કેપ્ટન એમએસ ધોનીનું નામ પણ સામેલ છે.

IPL Auctionમાં આ ખેલાડીઓ સૌથી મોટી ઉંમરે ખરીદવામાં આવ્યા

1. લીડ કોપર

આ યાદીમાં નંબર વન પર રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સ્પિનર પ્રવીણ તાંબેનું નામ છે, જેને IPL ઓક્શનના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમરે ખરીદવામાં આવ્યો છે. તેને KKR દ્વારા 2020 IPLની હરાજીમાં રૂ. 20 લાખની મૂળ કિંમતે તેમની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જ્યારે તેને ખરીદવામાં આવ્યો ત્યારે તે 48 વર્ષ 2 મહિના અને 11 દિવસનો હતો.

2. બ્રેડ હોગ(Brad hogg)

આ યાદીમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બ્રેડ હોગનું નામ છે, જેને KKRએ 2015ની IPL ઓક્શનમાં 44 વર્ષની ઉંમરે ખરીદ્યો હતો. આ લીગના ઈતિહાસમાં ખરીદાયેલો તે બીજો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે, જેને KKR દ્વારા 50 લાખ રૂપિયામાં તેમના કેમ્પમાં સામેલ કરવામાં આવ્યો હતો.

3. અમિત મિશ્રા

આ યાદીમાં ત્રીજા સ્થાને અમિત મિશ્રાનું નામ છે, જેને 40 વર્ષ અને 29 દિવસની ઉંમરમાં ગત સિઝનમાં લખનઉ સુપરજાયન્ટ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


Google NewsGoogle News