IPLમાં ખેલાડીઓની હરાજી કેવી રીતે થાય છે તમને ખબર છે? જાણી લો તેના તમામ નિયમો વિશે વિગતવાર

હાલ IPLનું ઓક્શન ચાલી રહ્યું છે, IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા

એવામાં શું તમે જાણો છો કે ખેલાડી સોલ્ડ કે અનસોલ્ડ કઈ રીતે થાય છે? તે અંગે શું છે નિયમો

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
IPLમાં ખેલાડીઓની હરાજી કેવી રીતે થાય છે તમને ખબર છે? જાણી લો તેના તમામ નિયમો વિશે વિગતવાર 1 - image


IPL Auction: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 માટે આજે દુબઈમાં ઓક્શનનું આયોજન થઇ રહ્યું છે. IPLની તમામ 10 ટીમોની સાથે ફેન્સ પણ આ મિની ઓક્શનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. IPL Auction 2024 માટે 333 ખેલાડીઓના નામ શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 214 ખેલાડીઓ ભારતીય છે. આ 333 ખેલાડીઓમાં 116 કેપ્ડ જયારે 215 અનકેપ્ડ અને 2 એસોસિએટ દેશના ખેલાડીઓ છે. તમામ 10 ટીમોમાં કુલ 77 સ્લોટ ખાલી છે.જેમાં 30 સ્લોટ વિદેશી ખેલાડીઓના છે. 

ખેલાડીઓમાં નામના નોમીનેશનના નિયમો 

કોઈપણ ખેલાડીને નામ IPL ઓક્શનમાં પોતાનું નામ આપવા માટે તેને ક્રિકેટ બોર્ડ દ્વારા નોમીનેટ કરવું જરૂરી છે. ત્યારબાદ એ ખેલાડી દ્વારા BCCIના એલીજીબીલીટી ક્રાઇટએરિયા પુરા કરવા જરૂરી છે. દરેક ખેલાડી પોતાની બેઝ પ્રાઈઝ પોતે જ નક્કી કરે છે. તેમજ દરેક ટીમ પોતાની સ્કવોડમાં 25 ખેલાડીઓને સામેલ કરી શકે છે. તેમાં પણ ભારતીય અને વિદેશી ખેલાડીઓની સંખ્યા નિશ્ચિત કરવામાં આવે છે. ઓકશનમાં ખેલાડીનું નામ બોલાય છે અને અને ફ્રેન્ચાઇઝી તેના નામ પર બોલી લગાવે છે.

ખેલાડીની ઉંચી બોલી કઈ રીતે લાગે?

ઓક્શનમાં ખેલાડીની ઓછામાં ઓછી બેઝ પ્રાઈઝ 20 લાખ અને વધુમાં વધુ 2 કરોડની છે. તેમના પર લાગતી બોલી ખેલાડીની બેઝ પ્રાઈઝ પર આધાર રાખે છે. જેમકે જે ખેલાડીની બેઝ પ્રાઈઝ 20 લાખ હોય તેમની બોલી 1 કરોડ સુધી લાગે, તેમજ પ્રતિ બોલી 5-5 લાખ પ્રમાણે બોલી વધે છે. તે જ  રીતે જે ખેલાડીની બેઝ પ્રાઈઝ 1 કરોડ હોય તેમની બોલી 2 કરોડ સુધી લાગે છે અને પ્રતિ બોલી 10-10 લાખનો વધારો થાય છે. આ સિવાય જે ખેલાડીની બેઝ પ્રાઈઝ 2 કરોડ છે તો તેમની 20-20 લાખના વધારાથી બિડ થાય છે.

એક્સિલરેટેડ રાઉન્ડ શું છે?

આ રાઉન્ડમાં ખેલાડીઓ ખૂબ જ ઝડપથી સોલ્ડ થાય છે, તેમની ઝડપી બોલી લગાવીને તેમને ટીમમાં સામેલ કરવામાં આવે છે. આ પ્રક્રિયાની શરૂઆત સેટમાં જ થાય છે અને જેમાં પ્રારંભિક ખેલાડીઓના નામ કેપ્ડ અને અનકેપ્ડ લિસ્ટમાંથી લેવામાં આવે છે. એક્સિલરેટેડ રાઉન્ડમાં મોટાભાગના ખેલાડીઓને માત્ર બેઝ પ્રાઈસ પર જ ખરીદવામાં આવે છે. જો કે, કેટલીકવાર ખેલાડી માટે બે ટીમો વચ્ચે બોલી બાબતે રેસ પણ જોવા મળે છે.

ખેલાડી ક્યારે સોલ્ડ થાય છે?

ઓક્શનમાં ખેલાડીનું નામ આવે છે ત્યારે ખેલાડીનો દેશ, તેની લાક્ષણીકતા, તેની બેઝ પ્રાઈઝ અને માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ચાઈઝીને બોલી લગાવવા માટે આમંત્રિત કરવામાં આવે છે. અને ત્યારબાદ તેના પર બોલી લાગે છે અને ખેલાડી સોલ્ડ થાય છે. 

ખેલાડી કેવી રીતે અનસોલ્ડ જાય છે?

ઓક્શનની પ્રક્રિયામાં ખેલાડીનું નામ, તેનો દેશ, તેની લાક્ષણીકતા અને તેની બેઝ પ્રાઈઝ અંગે માહિતી આપ્યા બાદ તેના પર બોલી લગાવવાની શરૂઆત કરવામાં આવે છે. જો કોઈ ફ્રેન્ચાઈઝી તે ખેલાડી પર બિડ ન કરે, તો ઓક્શન કરનાર ફરીથી બે-ત્રણ વખત બિડિંગ કરાવે છે. જો કોઈ ટીમ બોલી નથી લગાવતું તો તે ખેલાડીને અનસોલ્ડ જાહેર કરવામાં આવે છે. હરાજીના પહેલા રાઉન્ડના અનસોલ્ડ રહેતા ખેલાડીઓને નામ ફરી એકવાર બોલવામાં આવે છે અને ફ્રેન્ચાઇઝીને બોલી લગાવવાનું કહેવામાં આવે છે અને જો કોઈ બોલી લગાવે તો તે ખેલાડી સોલ્ડ થઇ જાય છે અને જો કોઈ બોલી નથી લગાવતું તો પછી તે ખેલાડી અનસોલ્ડ જ રહી જાય છે. 

IPLમાં ખેલાડીઓની હરાજી કેવી રીતે થાય છે તમને ખબર છે? જાણી લો તેના તમામ નિયમો વિશે વિગતવાર 2 - image


Google NewsGoogle News