Get The App

IPLમાં CSK માટે અમ્પાયર ફિક્સ કરવામાં આવતા હતા: લલિત મોદીએ આ વ્યક્તિ પર લગાવ્યો આરોપ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
Lalit Modi accused N. Srinivasan













Lalit Modi accused N. Srinivasan: IPLના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ, પૂર્વ સચિવ અને ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક એન શ્રીનિવાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. એક પોડકાસ્ટમાં લલિત મોદીએ ખુલાસો કર્યો છે કે એન શ્રીનિવાસન IPLમાં અમ્પાયર ફિક્સિંગ અને ઑક્શનમાં હેરાફેરી કરતા હતા. 

શ્રીનિવાસન પર મેચ ફિક્સિંગનો આરોપ 

આ વાયરલ વીડિયોમાં લલિત મોદીએ જણાવ્યું કે એન શ્રીનિવાસન CSK મેચોમાં અમ્પાયરોની અદલાબદલી કરતા હતા. તેમણે કહ્યું, 'શ્રીનિવાસને અમ્પાયરો બદલવાનું કામ પણ કર્યું હતું, તે CSKની મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સના જ અમ્પાયરોને કામ આપતા હત. મને આ બધું ગમતું નહોતું કારણ કે તે ખુલ્લેઆમ ફિક્સિંગ કરતા હતા. જ્યારે મેં તેની સામે અવાજ ઉઠાવવાનો પ્રયત્ત્ન કર્યો તો તેઓ મારી વિરુદ્ધ થઈ ગયા.'

IPL 2009ના ઑક્શનમાં ફિક્સિંગ થયું હતું

એન્ડ્રુ ફ્લિન્ટોફના વિવાદ પર લલિત મોદીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, ચેન્નઈ સુપર કિંગ્સના માલિક એન. શ્રીનિવાસન પર IPL 2009ના ઑક્શનમાં એન્ડ્રુ ફ્લિન્ટોફને ખરીદવા માટે ઑક્શન ફિક્સ કરવાનો આરોપ હતો. 

આ મુદ્દો લલિત મોદીએ ફરી ઉઠાવતા કહ્યું હતું કે, 'શ્રીનિવાસન ફ્લિન્ટોફને ખરીદવાનું મન બનાવી ચૂક્યા હતા. તેમજ દરેક ફ્રેન્ચાઈઝી તેમના દ્વારા કરવામાં આવેલા ફિક્સિંગથી વાકેફ હતી.

આ પણ વાંચો: IPL હરાજી બાદ RCB સામે મોટું સંકટ, વિરાટ સાથે ટીમ મેનેજમેન્ટ પણ મૂંઝવણમાં ફસાયું!

લલિત મોદીએ વધુમાં કહ્યું કે, 'હા, અમે ઑક્શનમાં ફિક્સિંગ કરી છે. બધી જ ટીમને આ વાતની જાણકારી હતી. આથી અમે દરેક ટીમને કહ્ય હતું કે કોઈ ફ્લિન્ટોફ પર બોલી ન લગાવશો. કારણ કે શ્રીનિવાસન તેને CSK માટે ખરીદવા માંગે છે. જો આવું ન કર્યું હોત તો શ્રીનિવાસન IPL ન થાવા દેતા, તેઓ અમારા બોર્ડમાં કાંટા સમાન હતા. આથી અમે આ કર્યું.' લલિત મોદીના આ નિવેદનથી ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે. 

IPLમાં CSK માટે અમ્પાયર ફિક્સ કરવામાં આવતા હતા: લલિત મોદીએ આ વ્યક્તિ પર લગાવ્યો આરોપ 2 - image


Google NewsGoogle News