Get The App

IPLને લઈને મોટા સમાચાર : હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં કરશે વાપસી! આ દિગ્ગજ ખેલાડી GTનો બની શકે છે કેપ્ટન

હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે

તો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવી શકાય

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
IPLને લઈને મોટા સમાચાર : હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં કરશે વાપસી! આ દિગ્ગજ ખેલાડી GTનો બની શકે છે કેપ્ટન 1 - image

તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર

IPL auction 2024: IPLની હરાજી નજીક આવી રહી છે તેની સાથે સાથે તમામ ફ્રેન્ચાઈઝીમાં ઝડપથી ટ્રેડિંગ ચાલી રહ્યું છે.. આવેશ ખાન, દેવદત્ત પડિકલ, હેરી બ્રુક જેવા ખેલાડીઓ પહેલેથી જ ટ્રેડ થઈ ચુક્યા છે. હવે અફવાઓના બજર પણ ગરમ છે કે જલ્દીથી હાર્દિક પંડ્યા તેની પહેલી આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયનમાં પરત આવી શકે છે.  

તો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવી શકાય

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિકને ટ્રેડ કરવા માટે ગુજરાત ટાઈટન્સ સાથે વાતચીત ચાલી રહી છે. તેથી જો હાર્દિક મુંબઈ આવે છે તો તેની જગ્યાએ ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને કેપ્ટન બનાવી શકાય છે. 

રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા છે

તો એક તરફ એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, મુંબઈ ઈન્ડિયન્સ પણ રોહિત શર્મા માટે અલગ પ્રકારનો રોલ તૈયાર કરી રહી છે. આ સ્થિતિમાં કદાચ રોહિત શર્મા અથવા જોફ્રા આર્ચરમાંથી કોઈ એકને બહાર થવાનો વારો આવે. રોહિતની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે 5 આઈપીએલ ટાઈટલ જીત્યા છે, એટલે મુંબઈ મેનેજમેન્ટ માટે આવો નિર્ણય લેવો કોઈ સરળ કામ નથી.

હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે

એક વાત એ પણ છે કે, હાર્દિકને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત પણ આ ટીમ દ્વારા જ કરી હતી, એ સમયે તેને 10 લાખ રૂપિયાના બેઝ પ્રાઇસ પર ખરીદવામાં આવ્યો હતો. દર વર્ષે સારા પ્રદર્શન બતાવતા વર્ષ 2016માં તેને ટીમ ઇન્ડિયામાં જવા માટે દરવાજા ખુલી ગયા હતા.


Google NewsGoogle News