Get The App

શાહરૂખ-અઝમતુલ્લા લઇ શકશે હાર્દિકનું સ્થાન? જુઓ ઓકશન બાદ કેવી છે ગુજરાત ટાઈટન્સની સ્ક્વોડ

ગુજરાતે ફિનિશરની ભૂમિકા માટે શાહરૂખ ખાનને ટીમમાં સામેલ કર્યો છે

સ્પેંસર જોન્સનને ગુજરાત ટાઈટન્સે 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
શાહરૂખ-અઝમતુલ્લા લઇ શકશે હાર્દિકનું સ્થાન? જુઓ ઓકશન બાદ કેવી છે ગુજરાત ટાઈટન્સની સ્ક્વોડ 1 - image
Image:File Photo

IPL 2024 Gujarat Titans Full Squad : IPL 2024 પહેલા ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પરત ફર્યો હતો. ગુજરાત ટાઈટન્સને હાર્દિકના જવાથી ચોક્કસપણે નુકસાન થયું છે અને ટીમ આ નુકસાનની ભરપાઈ કરવા IPL Auction 2024માં કેટલાંક ખેલાડીઓની ખરીદ્યા છે.

ફિનિશરની ભૂમિકા માટે શાહરૂખ ખાનને ટીમમાં કર્યો સામેલ

ODI World Cup 2023માં શાનદાર પ્રદર્શન કરનાર અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને ગુજરાત ટાઈટન્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પરંતુ હવે જોવાનું એ રહેશે કે શું તે ઓલરાઉન્ડર તરીકે હાર્દિકની જગ્યા લઇ શકે છે કે કેમ. આ ઉપરાંત ગુજરાતે ફિનિશરની ભૂમિકા માટે શાહરૂખ ખાનને ટીમમાં સામેલ કર્યો છે.

ગુજરાત ટાઈટન્સે બોલિંગ એટેક કર્યો મજબૂત

યશ દયાલ અને અલ્ઝારી જોસેફની જગ્યાએ સ્પેંસર જોન્સન અને ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે ખરીદ્યો હતો. હવે ગુજરાતનું બોલિંગ એટેક ખુબ જ ખતરનાક બની ગયું છે. જેમાં ઉમેશ યાદવ, મોહિત શર્મા અને મોહમ્મદ શમી પણ સામેલ છે. આ ઉપરાંત ટીમ પાસે જોશુઆ લિટલ અને સ્પેંસર જોન્સન પણ છે. ગુજરાત ટાઈટન્સ પાસે સ્પિનર તરીકે રાશિદ ખાન અને નૂર અહેમદ બોલિંગ વિકલ્પ તરીકે છે. હવે જોવાનું એ રહેશે કે શુભમન ગિલ કેવો કેપ્ટન સાબિત થાય છે. રીધ્ધિમાન સાહાના બેકઅપ તરીકે એક અનુભવી ભારતીય વિકેટકીપરની ગેરહાજરીમાં ફ્રેન્ચાઈઝીને કેન વિલિયમસનને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવા માટે ખાસો સંઘર્ષ કરવો પડી શકે છે.

રિટેન કરાયેલા ખેલાડીઓ

શુભમન ગિલ (C), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, અભિનવ મનોહર, સાઈ સુદર્શન, નાલકંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા

IPL ઓક્શનમાં ખેલાડીઓ ખરીદ્યા

અઝમતુલ્લા ઓમરઝાઈ (રૂ. 50 લાખ), ઉમેશ યાદવ (રૂ. 5.80 કરોડ), શાહરૂખ ખાન (રૂ. 7.4 કરોડ), સુશાંત મિશ્રા (રૂ. 2.2 કરોડ), કાર્તિક ત્યાગી (રૂ. 60 લાખ), માનવ સુથાર (રૂ. 20 લાખ), સ્પેંસર જોન્સન (રૂ. 10 કરોડ), રોબિન મિન્ઝ (રૂ. 3.6 કરોડ)

ઓપનિંગ બેટ્સમેન : શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા

મિડલ ઓર્ડર બેટ્સમેન : કેન વિલિયમસન, અભિનવ મનોહર, ડેવિડ મિલર, સાઈ સુદર્શન, મેથ્યુ વેડ (વિકેટકીપર), શાહરૂખ ખાન, રોબિન મિન્ઝ

ઓલરાઉન્ડર : રાહુલ તેવટિયા, જયંત યાદવ, વિજય શંકર, અઝમતુલ્લા ઓમરઝાઈ

ફાસ્ટ બોલર : મોહમ્મદ શમી, મોહિત શર્મા, દર્શન નાલકંડે, ઉમેશ યાદવ, સુશાંત મિશ્રા, કાર્તિક ત્યાગી, જોશુઆ લિટલ, સ્પેંસર જોન્સન

સ્પિનર : રાશિદ ખાન, નૂર અહેમદ, આર સાઈ કિશોર, માનવ સુથાર

શાહરૂખ-અઝમતુલ્લા લઇ શકશે હાર્દિકનું સ્થાન? જુઓ ઓકશન બાદ કેવી છે ગુજરાત ટાઈટન્સની સ્ક્વોડ 2 - image


Google NewsGoogle News