હરાજીમાં કરોડો રૂપિયા મળ્યા પણ મેદાન પર મીંડું...: જુઓ IPL 2024ના સૌથી ફ્લોપ ખેલાડીઓનું લિસ્ટ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
હરાજીમાં કરોડો રૂપિયા મળ્યા પણ મેદાન પર મીંડું...: જુઓ IPL 2024ના સૌથી ફ્લોપ ખેલાડીઓનું લિસ્ટ 1 - image


IPL 2024ની 25 મેચ રમાઈ છે. આ મેચોમાં ઘણા એવા ખેલાડીઓ જોવા મળ્યા છે, જેમણે ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તો બીજી બાજુ કેટલાક ખેલાડીઓ એવા છે જેમણે પોતાના પ્રદર્શનથી ફેન્સ અને ટીમ મેનેજમેન્ટને નિરાશ કર્યા છે.

IPL 2024ના સૌથી ફ્લોપ ખેલાડીઓનું લિસ્ટ 

મિચેલ સ્ટાર્ક 

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં હરાજીમાં ખરીદ્યો, જે ઈતિહાસની સૌથી વધુ બોલી લગાવી. પરંતુ આ રકમના હિસાબે તે હજુ સુધી ટૂર્નામેન્ટમાં પ્રદર્શન કરી શક્યો નથી. IPL 2024માં અત્યાર સુધી કંઈ ખાસ કરવામાં સફળ રહ્યો નથી.  સ્ટાર્કે IPL 2024માં 4 મેચ રમી છે, જેમાં તે માત્ર 2 વિકેટ જ લેવામાં સફળ રહ્યો છે. મિચેલ સ્ટાર્કે 84 બોલમાં 154 રન બનાવ્યા હતા. ખેલાડીનો ઈકોનોમી રેટ 11 હતો.

ગ્લેન મેક્સવેલ 

ઓસ્ટ્રેલિયાના આ ખતરનાક બેટ્સમેન ઓલરાઉન્ડરે IPL 2024માં બધાને નિરાશ કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા મેક્સવેલે અત્યાર સુધી માત્ર 32 રન બનાવ્યા છે. 6 મેચ રમીને આટલા રન બનાવ્યા છે. મેક્સવેલ ટૂર્નામેન્ટમાં 3 વખત ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ચૂક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 28 રન રહ્યો છે. મોટા શોટ માટે જાણીતા આ વિસ્ફોટક બેટ્સમેને પોતાના બેટમાંથી માત્ર 3 ચોગ્ગા અને 1 છગ્ગા જ ફટકાર્યા છે.

કેમેરન ગ્રીન (Cameron Green)

ઓસ્ટ્રેલિયાના આ યુવા ઓલરાઉન્ડરે અત્યાર સુધી મેનેજમેન્ટ અને ચાહકોની અપેક્ષાઓ પર પણ ખરી ઉતરી છે. મુંબઈથી વેપાર દ્વારા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પહોંચેલ કેમેરન ગ્રીન અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં માત્ર 68 રન જ બનાવી શક્યો છે. ખેલાડીની બેટિંગ એવરેજ માત્ર 17 છે. બોલિંગ કરતી વખતે ગ્રીને 67 બોલમાં 105 રન આપ્યા અને માત્ર 2 વિકેટ લીધી.

ડેરીલ મિશેલ

ન્યૂઝીલેન્ડના ઘાતક ઓલરાઉન્ડર અને ODI વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવનાર ડેરીલ મિશેલ પણ ખાસ કરી શક્યા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સે આ ખેલાડીને હરાજીમાં 14 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ તેણે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી. મિશેલે 5 મેચમાં માત્ર 118 રન બનાવ્યા છે જેમાં ટોપ સ્કોર 34 રન છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 30થી ઓછી રહી છે. બોલિંગ દરમિયાન તેને માત્ર 1 સફળતા મળી છે.

અલઝારી જોસેફ

હરાજીમાં કરોડો રૂપિયા મળ્યા પણ મેદાન પર મીંડું...: જુઓ IPL 2024ના સૌથી ફ્લોપ ખેલાડીઓનું લિસ્ટ 2 - image

IPL 2024 માટે યોજાયેલી હરાજીમાં પાંચમો સૌથી મોંઘો ખેલાડી વેસ્ટ ઈન્ડિઝનો અલઝારી જોસેફને આરસીબીએ તેને 11.50 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો હતો. અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચોમાં જોસેફ માત્ર 1 વિકેટ જ લઈ શક્યો છે, જ્યારે તેણે 58 બોલમાં 115 રન બનાવ્યા છે. તેનો ઇકોનોમી રેટ 12 ની આસપાસ હતો.


Google NewsGoogle News