વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ખેલાડીઓને કેટલી મળે છે સેલેરી? 3 ખેલાડી IPLમાં 15 કરોડથી ઓછું કમાશે
Indian Players Salary: IPL 2025 માટે ઑક્શન થઈ ગયું છે. આ વખતે ઑક્શનમાં ઘણા રેકોર્ડ તૂટ્યા છે. રિષભ પંત સૌથી મોંઘો ખેલાડી હતો. ઑક્શન પહેલા, 46 ખેલાડીઓને તેમની ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિટેન કરવામાં આવ્યા હતા, જ્યારે ઑક્શનમાં 182 ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. કુલ રૂ. 639.15 કરોડનો ખર્ચ થયો હતો અને 14 માર્ચથી લીગની શરૂઆત થશે.
ઋષભ પંતને મળશે કોહલી કરતા વધુ સેલેરી
ભારતે આ વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેના માટે પસંદ કરાયેલા 15 ખેલાડીઓ IPL રમતા જોવા મળશે. આગામી સિઝનમાં તમામ 15 ખેલાડીઓનો પગાર કરોડો રૂપિયામાં છે. BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા શ્રેયસ અય્યરને રોહિત શર્માના કોન્ટ્રાક્ટ સેલરી અને IPLના પગાર કરતાં વધુ કમાણી થશે. જયારે ઋષભ પંતને BCCI અને IPLના પગારને જોડીને વિરાટ કોહલીની BCCI સેલરી અને IPL સેલેરી કરતાં વધુ મળશે.
રોહિત શર્મા પણ સેલેરીના મામલે પંતથી પાછળ
રોહિત શર્મા રૂ. 7 કરોડની વાર્ષિક આવક સાથે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડ-A+માં આવે છે. આ સિવાય તેની આઈપીએલ સેલેરી રૂ.16.30 કરોડ છે એટલે કે કુલ મળીને તે રૂ. 23.30 કરોડની કમાણી કરશે.
શ્રેયસ અય્યર પણ રોહિત કરતા વધુ કરશે કમાણી
શ્રેયસ અય્યર BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટહેઠળ નથી, પરંતુ IPLમાં તેનો પગાર રૂ. 26.75 કરોડ હશે, જે રોહિત કરતા રૂ. 3.45 કરોડથી વધુ છે. રિષભ પંત BCCIના ગ્રેડ- Bમાં આવે છે અને બોર્ડમાંથી તેની વાર્ષિક કમાણી રૂ. 3 કરોડ છે. તે IPLનો સૌથી મોંઘો ખેલાડી છે. તેની કમાણી રૂ. 27 કરોડ છે. એટલે કે તેની કુલ કમાણી રૂ. 30 કરોડ થશે.
BCCIનો કોન્ટ્રાક્ટ અપડેટ થતા વધી શકે છે કમાણી
જયારે વિરાટ ગ્રેડ-A+ માં હોવાને કારણે, તેને IPLમાંથી રૂ. 7 કરોડ અને IPLમાં રૂ. 21 કરોડ મળશે, એટલે કુલ મળીને તેનો પગાર રૂ. 28 કરોડ હશે. જો કે, આગામી વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં BCCIનો કોન્ટ્રાક્ટ અપડેટ કરવામાં આવશે અને તે સમયે તેમનો પગાર વધી કે ઘટી શકે છે.
આ ઉપરાંત સૂર્યકુમાર યાદવને રૂ. 16.35 કરોડ, હાર્દિક પંડ્યાને રૂ.16.35 કરોડ અને જસપ્રીતને રૂ. 16.35 કરોડ મળશે. બુમરાહને રૂ. 18 કરોડ મળશે. ચારેયને મુંબઈ ઈન્ડિયન્સે રિટેન કર્યા હતા. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલની સેલેરી રૂ.18-18 કરોડ હશે. આ બંનેને રાજસ્થાને રિટેન કર્યા છે. જ્યારે શિવમ દુબેનો પગાર રૂ. 12 કરોડ અને રવિન્દ્ર જાડેજાનો પગાર રૂ.18 કરોડ છે. બંનેને ચેન્નઈ સુપર કિંગ્સએ રિટેન કર્યા છે.
અક્ષર પટેલ રૂ.16.50 કરોડ અને કુલદીપ યાદવ રૂ.13.25 કરોડની કમાણી કરશે. આ બંનેને દિલ્હી કેપિટલ્સે રિટેન કર્યા છે. અર્શદીપ સિંહને પંજાબ કિંગ્સે ઑક્શનમાં રૂ.18 કરોડમાં ખરીદ્યો હતો. પંજાબે યુઝવેન્દ્ર ચહલ પર રૂ.18 કરોડની બોલી લગાવી હતી. મોહમ્મદ સિરાજ રૂ.12.25 કરોડમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં ગયો હતો.
વર્લ્ડ કપ ટીમમાં સામેલ 15 ખેલાડીઓમાંથી માત્ર ત્રણ જ 15 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરતા જોવા મળશે. બાકીના 12નો પગાર 15 કરોડ રૂપિયાથી વધુ છે. માત્ર ત્રણ જ એવા છે જેમને 15 કરોડ રૂપિયાથી ઓછા મળશે. જેમાં અક્ષર પટેલ, શિવમ દુબે અને કુલદિપ યાદવનું નામ સામેલ છે.