Get The App

IPL 2025 RCB vs DC : દિલ્હીની સતત ચોથી જીત, બેંગલુરુને હરાવ્યું, કે.એલ.રાહુલની દમદાર બેટિંગ

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 RCB vs DC : દિલ્હીની સતત ચોથી જીત, બેંગલુરુને હરાવ્યું, કે.એલ.રાહુલની દમદાર બેટિંગ 1 - image


IPL 2025 Royal Challengers Bengaluru vs Delhi Capitals : આઈપીએલ-2025માં આજે રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સ મેચ રમાઈ હતી, જેમાં કે.એલ.રાહુલની વિસ્ફોટ બેટિંગના કારણે દિલ્હીની ટીમનો 6 વિકેટે વિજય થયો છે. બેંગલુરુએ નિર્ધારીત 20 ઓવરની મેચમાં સાત વિકેટે 163 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં દિલ્હીની ટીમે 17.5 ઓવરમાં ચાર વિકેટે 169 રન નોંધાવી જીત મેળવી લીધી છે.

કે.એલ.રાહુલની વિસ્ફોટ બેટિંગ

આજની મેચમાં કે.એલ.રાહુલે દમદાર બેટિંગ કરી 53 બોલમાં 6 સિક્સ અને 7 ફોર સાથે અણનમ 93 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત ટ્રિસ્ટન સ્ટબ્સ 23 બોલમાં 4 ફોર અને 1 સિક્સ સાથે અણનમ 38 રન, કેપ્ટન અક્ષર પટેલે 15 રન, ફાફ ડુ પ્લેસિસ 2 રન, જેક ફ્રેઝર-મેકગર્ક સાત રન, અભિષેક પોરલ સાત રન નોંધાવ્યા હતા.

IPL 2025 RCB vs DC : દિલ્હીની સતત ચોથી જીત, બેંગલુરુને હરાવ્યું, કે.એલ.રાહુલની દમદાર બેટિંગ 2 - image

RCB તરફથી ફિલ સોલ્ટ - ટિમ ડેવિડના સૌથી વધુ રન

બેંગલુરુ ટીમ તરફથી સૌથી વધુ ફિલ સોલ્ટે 37 અને ટીમ ડેવિડે અણનમ 37 રન નોંધાવ્યા હતા. જ્યારે કેપ્ટન રજન પાટીદારે 25, વિરાટ કોહલી 22, કૃણાલ પંડ્યા 18, લિયામ લિવિંગસ્ટોન 4, જીતેશ શર્મા 3, દેવદત્ત પડિકલ 1 રન અને ભુવનેશ્વર કુમારે અણનમ 1 રન નોંધાવ્યો હતો.

DCનો અક્ષર પટેલ ખર્ચાળ બોલર સાબિત થયો

દિલ્હી તરફથી સૌથી વધુ વિપ્રજ નિગમ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ખેરવી હતી. જ્યારે મોહિત શર્મા અને મુકેશ કુમારે એક-એક વિકેટ ઝડપી હતી. આજની મેચમાં અક્ષર પટેલ ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તે આજે એક પણ વિકેટ ઝડપવામાં સફળ થયો ન હતો અને તે ચાર ઓવરમાં 52 રન આપી બેઠો હતો. આવી સ્થિતિ મિશેલ સ્ટાર્કની પણ જોવા મળી હતી, તે પણ એક વિકેટ ઝડપી શક્યો ન હતો અને તેણે ત્રણ ઓવરમાં 35 રન આપી દીધા હતા.

IPL 2025 RCB vs DC : દિલ્હીની સતત ચોથી જીત, બેંગલુરુને હરાવ્યું, કે.એલ.રાહુલની દમદાર બેટિંગ 3 - image

ભુવનેશ્વરની બે વિકેટ

બેંગલુરુ તરફથી સૌથી ભુવનેશ્વર કુમારે બે વિકેટ ઝડપી છે. જ્યારે યશ દયાલ અને સુયેશ શર્માએ એક-એક વિકેટ ઝડપી છે.

દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ-11

ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ-11

ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.

Tags :