MI vs LSG: મુંબઈની સતત 5મી જીત, લખનઉને હરાવ્યું, રિકેલ્ટન-યાદવ-બુમરાહનો તરખાટ, જુઓ VIDEO
Mumbai Indians (MI) vs Lucknow Super Giants (LSG) IPL 2025 : આઈપીએપ-2025માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં રયાન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ અને જયપ્રિત બુમરાહના દમદાર પ્રદર્શનના કારણે મુંબઈએ લખનઉને 54 રને પરાજય આપ્યો છે.
લખનઉ મોટો ટાર્ગેટ ચેજ કરવામાં નિષ્ફળ ગઈ
મુંબઈની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 215 રન નોંધાવ્યા હતા. જેના જેના જવાબમાં લખનઉની ટીમ 20 ઓવરમાં 161 રન કરતા તેની 54 રને હાર થઈ છે. લખનઉએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી.
રિકેલ્ટન - યાદવની ફિફ્ટી
મુંબઈ તરફથી ઓપનિંગમાં આવેલા રયાન રિકેલ્ટે (Ryan Rickelton) દમદાર બેટિંગ કરીને 32 બોલમાં છ ફોર અને ચાર સિક્સ સાથે 58 નોંધાવ્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) પણ 28 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ ફટકારી 54 રન નોંધાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 12 રન, વિલ જેક્સે 29, તિલક વર્માએ 6, હાર્દિક પંડ્યાએ 5, નમન ધિરે અણનમ 11 બોલમાં બે ફોર અને બે સિક્સ સાથે 25 રન, કૉર્બિન બૉશે 10 બોલમાં 20 રન અને દિપક ચહરે એણનમ એક રન નોંધાવ્યા હતા.
મોટા ટાર્ગેટ સામે લખનઉના બેટર ફેલ
લખનઉની ટીમ તરફથી સૌથી વધુ આયુષ બદોનીએ 35, મિશેલ માર્શે 34, નિકોલસ પુરને 27, ડેવિડ મિલરે 24, રવિ બિશ્નોઈએ 13, એડમ માર્કરામે 9, કેપ્ટન રિષભ પંતે 4, અબ્દુલ સમદે 2, દિવ્યેશ સિંહ રાઠીએ એક અને પ્રિન્સ યાદવે અણનમ ચાર રન નોંધાવ્યા હતા.
બુમરાહની બોલિંગ સામે લખનઉના સુપડા સાફ
મુંબઈ તરફથી જસપ્રિત બુમરાહે (Jasprit Bumrah) ધમાકેદાર બોલિંગ કરી લખનઉના સુપડા સાફ કરી દીધા હતા. બુમરાહે ચાર ઓવરમાં 22 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 20 રમ આપી ત્રણ વિકેટ, વિલ જેક્સે બે ઓવરમાં 18 રન આપી બે વિકેટ અને કોર્બિન બૉશે ચાર ઓવરમાં 26 રન આપી એક વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલમાં મુંબઈની ટીમની ઊંચી છલાંગ
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈની ટીમ આજની મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું હતું. મુંબઈએ સતત પાંચ મેચ જીતીને મોટી સફળતા મેળવી છે. ટેબલમાં પહેલા ક્રમે ગુજરાત ટાઈટન્સનો સમાવેશ થાય છે. ગુજરાતે 8 મેચમાંથી છ મેચમાં જીત અને બે મેચમાં પરાજય મેળવ્યો છે. જ્યારે મુંબઈએ કુલ 10 મેચોમાં છ મેચમાં જીત અને ચાર મેચમાં હાર મેળવી છે.
Just Bumrah things 🤷
— IndianPremierLeague (@IPL) April 27, 2025
A yorker masterclass from Jasprit Bumrah rattled the #LSG batters 👊
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @Jaspritbumrah93 pic.twitter.com/LKpj6UATZD
બંને ટીમોની પ્લેઈંગ-11
મુંબઈ : રેયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોર્બિન બોશ, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, કર્ણ શર્મા.
ઈમ્પેક્ટ પ્લેયર : જસપ્રીત બુમરાહ.
લખનઉ : એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), અબ્દુલ સમદ, આયુષ બદોની, મયંક યાદવ, દિગ્વેશ સિંહ રાઠી, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, અવેશ ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર : ડેવિડ મિલર.
આ પણ વાંચો : ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં અનેક એન્ટિ-શીપ મિસાઈલોનું કર્યું પરીક્ષણ, જુઓ VIDEO