Get The App

VIDEO : ધોનીની CSK હારતાં જ ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં કેદ

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO :  ધોનીની CSK હારતાં જ  ભાવુક થઈ અભિનેત્રી, મેદાનમાં જ રડતી કેમેરામાં કેદ 1 - image


Image Source: Twitter

Shruti Hasan IPL 2025: પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વિકેટથી હરાવી દીધુ હતું. CSKની પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમ પર સીઝનની આ ચોથી હાર છે, જેનાથી એક નવો રેકોર્ડ બની ગયો છે. આ મેચ જોવા માટે બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન પણ સ્ટેડિયમમાં હાજર હતી. ચેન્નઈ આ મેચ હારી જતા જ શ્રુતિ હસન રડી પડી. હવે અભિનેત્રીનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


શ્રુતિ હાસન રડી પડી

શ્રુતિ આ મેચ જોવા માટે પોતાના મિત્રો સાથે આવી હતી અને તેણે દર્શકો વચ્ચે બેસીને મેચનો આનંદ માણ્યો. જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરવા આવ્યો ત્યારે તે ખૂબ જ ખુશ દેખાતી હતી અને તેના મોબાઈલ ફોનથી તેના ફોટા પાડતી રહી. જોકે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ મેચ હારી ગઈ, ત્યારે તે નિરાશ થઈ ગઈ અને તેની આંખોમાં આંસુ આવી ગયા. શ્રુતિ હાસન ઉપરાંત તમિલ સુપરસ્ટાર અજિત કુમાર અને અન્ય ઘણી કોલીવુડ હસ્તીઓ પણ મેચ જોવા માટે પહોંચી હતી.

આ પણ વાંચો: આ કોઈ મજાક નથી...' પહલગામ હુમલા અંગે ભડક્યો સૌરવ ગાંગુલી, ભારત-પાક. ક્રિકેટ અંગે કહી મોટી વાત

સતત હારથી ચાહકો નિરાશ

હોમ ગ્રાઉન્ડ પર ચેન્નઈને મળેલી વધુ એક હારથી ટીમના ચાહકો પણ ખૂબ નિરાશ થયા છે. આ હાર સાથે ટીમની પ્લેઓફની આશા લગભગ ખતમ થઈ ગઈ છે. પરિસ્થિતિ એવી છે કે હવે ટીમ ફક્ત ચમત્કારના આધારે પ્લેઓફમાં સ્થાન મેળવી શકશે. ટીમ પાસે હવે પાંચ મેચ બાકી છે અને તેણે દરેક મેચ જીતવી પડશે, તેમજ અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. ટીમ નવમાંથી સાત મેચ હારી ગઈ છે અને ફક્ત બે મેચ જીતી છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન પર છે. 

Tags :