Get The App

ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીના પિતાનું નિધન, કાળી પટ્ટી બાંધી મેચ રમવા ઉતરી ટીમ

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર ખેલાડીના પિતાનું નિધન, કાળી પટ્ટી બાંધી મેચ રમવા ઉતરી ટીમ 1 - image


IPL 2025: રવિવારે રમાયેલી IPL 2025ની 38મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટથી કારમી હાર આપી હતી. આ મેચમાં જ્યારે એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી ત્યારે તે જોઈને બધા દંગ રહી ગયા હતા. મેચમાં આવું કોઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે. મેચ પૂરી થયા બાદ જાણ થઈ કે CSK ટીમના ખેલાડી ડેવોન કોનવેના પિતાનું નિધન થઈ ગયું છે.

ડેવોન કોનવેના પિતાનું નિધન

મેચ પછી પ્રેઝન્ટેશન સેરેમની શરૂ કરતા પહેલા હર્ષા ભોગલેએ સાંત્વના આપવા માટે કોનવેનું નામ લીધું. ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રમી નહોતો રહ્યો. શક્ય છે કે કોનવે હવે પોતાના ઘરે પરત ફરશે. ચેન્નઈ સુપર કિંગ્સે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ માહિતી આપીને કોનવેના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. તેણે કહ્યું કે, કોનવેના પિતાનું નિધન થઈ ગયું છે. આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારની સાથે ઉભા છીએ.



ધોનીએ ફરી એકવાર ટીમની કમાન સંભાળી

ચેન્નઈ સુપર કિંગ્સે પોતાની IPL સિઝન 18ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત સાથે કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમ સતત 5 મેચ હારી ગઈ છે. સતત 4 હાર બાદ CSKનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો ત્યારબાદ એમએસ ધોનીએ ફરી એકવાર ટીમની કમાન સંભાળી છે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ આ સિઝનની બીજી હાર છે અને CSKની છઠ્ઠી હાર છે.

ડેવોન કોનવે IPL 2025માં કુલ 3 મેચ રમ્યો છે, જેમાં તેણે કુલ 94 રન બનાવ્યા છે. તેણે પંજાબ કિંગ્સ સામે 69 રનની ઈનિંગ રમી હતી, જોકે CSK આ મેચ પણ 18 રનથી હારી ગયું હતું.

આ પણ વાંચો: IPL: રોહિત અને સૂર્યાની જબરદસ્ત ઈનિંગ, મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું

ચેન્નઈ સુપર કિંગ્સ માટે પ્લેઓફનો રસ્તો મુશ્કેલ

એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળની CSK ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું હવે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, ટીમ બહાર થવાના આરે છે. CSK 8માંથી 6 મેચ હારી ગયું છે, ટીમ પોઈન્ટ ટેબલમાં 10મા સ્થાન પર છે. તેનો નેટ રન રેટ (-1.392) પણ સૌથી ખરાબ છે. હવે CSK પાસે 6 મેચ બાકી છે, જો તે બધી જીતી જાય તો પણ તેના કુલ 16 પોઈન્ટ થશે.

Tags :