Get The App

ઋષભ પંત બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPL 2025 પહેલાં ગોયન્કાની જાહેરાત

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
ઋષભ પંત બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPL 2025 પહેલાં ગોયન્કાની જાહેરાત 1 - image


lucknow super giants Caption Rishabh Pant: લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન તરીકે ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટર ઋષભ પંતની પસંદગી કરવામાં આવે છે. ટીમના માલિક સંજીવ ગોયન્કાએ આઈપીએલ 2025 માટે  નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. અગાઉ કે.એલ રાહુલ  લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. ટીમે કેએલ રાહુલને રીટેન ન કરતાં નવા કેપ્ટનની જાહેરાત કરી છે. 

ગોયનકાએ જણાવ્યું કે, લખનઉ સુપર જાયન્ટસની કેપ્ટનશીપ ઋષભ પંત કરશે. અમે હરાજી બાદ લાંબા સમયથી આ અંગે જાહેરાત કરવાની રાહ જોઈ રહ્યા હતા.

આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પંતને આઈપીએલ 2025 માટે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. અગાઉ શ્રેયસ અય્યરની સૌથી વધુ 26.75 કરોડની બોલી બોલાઈ હતી. 2016થી 2024 સુધી પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમ્યો હતો. ઋષભ પંત 2016થી દિલ્હી કેપિટલ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે 110 મેચમાં 35.31ની એવરેજે 3284 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 18 અર્ધ સદી સામેલ છે. 2021માં ટીમે તેને કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે તે સીઝનનો પ્લેઓફ ખેલાડી રહ્યો હતો. આઈપીએલ 2025ની સીઝનમાં મેગા હરાજીમાં લખનઉએ નિકોલસ પૂરન, મયંક યાદવ, રવિ બિશ્નોઈ, મોહસિન ખાન, અને આયુષ બડોનીને રિટેન કર્યા હતા.  

ઋષભ પંત બન્યો લખનઉ સુપર જાયન્ટ્સનો કેપ્ટન, IPL 2025 પહેલાં ગોયન્કાની જાહેરાત 2 - image


Google NewsGoogle News