Get The App

KKRનો કેપ્ટન બનવાની રેસમાં આગળ નીકળ્યો આ ખેલાડી, રહાણે અને અય્યર પછડાયા!

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
KKRનો કેપ્ટન બનવાની રેસમાં આગળ નીકળ્યો આ ખેલાડી, રહાણે અને અય્યર પછડાયા! 1 - image

IPL 2025, Rinku Singh : આગામી IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન કોણ હશે? હવે આ પ્રશ્નનો જવાબ ક્રિકેટ ચાહકો જાણવા માંગે છે. આ વખતે IPL 2024માં KKRને ચેમ્પિયન બનાવનાર શ્રેયસ અય્યર હવે આગામી સિઝનમાં ટીમનો ભાગ નથી. ફ્રેન્ચાઈઝીએ મેગા ઓક્શન પહેલા જ શ્રેયસ અય્યરને રીલિઝ કરી દીધો હતો. આ પછી એ સ્પષ્ટ થઈ ગયું કે હવે KKR નવા કેપ્ટન સાથે IPL 2025માં પ્રવેશ કરશે. આ દરમિયાન KKRના કેપ્ટનને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.

અગાઉ પણ ઘણાં ખેલાડીનો નામ ચર્ચામાં રહ્યા હતા 

અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓને KKRના કેપ્ટન બનાવવાના દાવા કરવામાં આવ્યા છે.મેગા ઓકશન પછી તરત જ અહેવાલો સામે આવ્યા હતા કે, રિંકુ સિંહ IPL 2025 માટે KKRનો કેપ્ટન બનશે. જો કે, થોડા દિવસો બાદ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે KKR કમાન અજિંક્ય રહાણેને સોંપવા જઈ રહી છે. આ પછી સમાચાર આવ્યા કે મેગા ઓક્શનમાં પોતાની કિંમતના કારણે ચર્ચામાં આવેલા વેંકટેશ અય્યર ટીમના નવા કેપ્ટન બનશે. અય્યરને KKRએ 23.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 

આ ખેલાડી બની શકે KKRનો કેપ્ટન

તાજેતરમાં આવેલા અહેવાલ અનુસાર છેલ્લા પાંચ બોલમાં પાંચ છગ્ગા ફટકારીને KKR માટે હારેલી મેચ જીતાડનાર રિંકુ આગામી IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન હશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો IPL 2025માં શ્રેયસ ઐયરની જગ્યાએ રિંકુ સિંહ ટીમનું નેતૃત્વ કરશે. જો કે, ફ્રેન્ચાઇઝીએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી.

ઘણી ટીમોએ હજુ સુધી કેપ્ટનની જાહેરાત કરી નથી

અહીં તમને જણાવી દઈએ કે આ વખતે IPL 2025માં ઘણી ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. જો કે ઘણી એવી ટીમો પણ છે કે જેણે હજુ સુધી પોતાના કેપ્ટનની જાહેરાત કરી નથી. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સનો સમાવેશ થાય છે. આ તમામે પોતાના કેપ્ટનને રીલિઝ કરી દીધા છે. પંજાબના ગત સિઝનના કેપ્ટન શિખર ધવને હવે નિવૃત્તિ લઈ લીધી છે.KKRનો કેપ્ટન બનવાની રેસમાં આગળ નીકળ્યો આ ખેલાડી, રહાણે અને અય્યર પછડાયા! 2 - image


Google NewsGoogle News