IPL 2025: 25 કરોડના ખેલાડીને ટીમમાં નહીં રાખે KKR? આ ત્રણ ખેલાડીઓની થઈ શકે છે રિલીઝ
IPL 2025 Retention Rules: IPL 2025 માટે BCCIની રિટેન્શન પોલિસી બહાર આવતાની સાથે જ વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. એક તરફ અનકેપ્ડ નિયમ છે, તો બીજી તરફ ટીમોને હવે મેગા ઓક્શનમાં 4ની જગ્યાએ 6 ખેલાડીઓને રિટેન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે આગામી સિઝન માટે અનેક સમીકરણો બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં, 2024ની ચેમ્પિયન ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) મેગા ઓક્શન પહેલા ત્રણ ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. તો ચાલો જાણીએ કે આ ત્રણ ખેલાડી કોણ છે.
1. મિચેલ સ્ટાર્ક
આ યાદીમાં સૌથી પહેલું નામ મિચેલ સ્ટાર્કનું છે. સ્ટાર્ક વિશ્વના સૌથી ઘાતક બોલરોમાંનો એક છે, પરંતુ આગામી ઓક્શનમાં સ્ટાર્કને રિટેન કરવાથી કેકેઆરનું મોટું નુકસાન થઈ શકે છે. છેલ્લી હરાજીમાં સ્ટાર્કને રૂ. 24.75 કરોડમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેથી તેને જાળવી રાખવાથી ટીમના પર્સમાં લગભગ 21 ટકાનો ઘટાડો થશે. આવી સ્થિતિમાં, કેકેઆરને બાકીના 79 ટકા રકમ સાથે બાકીની ટીમ તૈયાર કરવી પડશે. માટે પૈસા બચાવવા માટે કોલકાતા મિચેલ સ્ટાર્કને ટીમમાંથી બહાર કરી શકે છે.
આ પણ વાંચોઃ IPL 2025 મેગા ઓક્શન: ક્યારે જાહેર થશે રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ, જાણો તારીખ
2. ફિલ સોલ્ટ
ફિલ સોલ્ટે ગત સિઝનમાં 12 મેચમાં 39.55ની એવરેજથી 435 રન બનાવ્યા હતા. તેના આગમનથી ટીમનો ટોપ ઓર્ડર મજબૂત બન્યો હતો. સુનીલ નારાયણની સાથે મળી તેણે ઘણી વખત તોફાની બેટિંગ કરી હતી. પરંતુ મેગા ઓક્શનમાં KKRને ભારતીય ખેલાડીઓ અને દિગ્ગજોની લાંબી યાદીમાંથી પસંદગી કરવાની તક મળશે. આવી સ્થિતિમાં વધુ સારો વિકલ્પ પસંદ કરવા માટે, કોલકાતા સોલ્ટને રિલીઝ કરવાનું વિચારી શકે છે.
3. વેંકટેશ અય્યર
વેંકટેશ અય્યર 2021થી કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમી રહ્યો છે. કેકેઆર માટે તેણે 51 મેચમાં 1,326 રન બનાવ્યા છે અને તે સારી બોલિંગ પણ કરે છે. જો કે, એક ટીમને 5 ખેલાડીઓને જાળવી રાખવાની અને એક ખેલાડી પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં અય્યરને આ 6 ખેલાડીઓમાં ફિટ કરવો ખૂબ જ મુશ્કેલ લાગે છે. શ્રેયસ અય્યરની કેપ્ટન્શીપમાં કેકઆર ચેમ્પિયન બની છે, રિંકુ સિંહને ભવિષ્યના સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે. જ્યારે સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલ લાંબા સમયથી ટીમના ભરોસાપાત્ર ખેલાડીઓમાં સામેલ છે. આવી સ્થિતિમાં વેંકટેશ અય્યરને રિટેન કરાયેલા ખેલાડીઓમાં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ લાગી રહ્યું છે.
આ પણ વાંચોઃ IPL 2025: ધોની જ નહીં, આ બે અનકેપ્ડ ખેલાડીઓ પણ થઈ શકે છે રિટેન, જુઓ કોણ કોણ