IPL 2025: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મુંબઈ ઈન્ડિયન્સને 12 રનથી હરાવ્યું, કોહલી-પાટીદારનો ધમાકો
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝનમાં આજે(7 એપ્રિલ) 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં બેંગલુરૂએ મુંબઈને 12 રનથી હરાવ્યું છે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બેંગલુરૂએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 221 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 209 રન જ બનાવી શકી હતી.
10 વર્ષ બાદ RCBએ મુંબઈને તેના ઘરમાં હરાવ્યું
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 10 વર્ષ બાદ બેંગલુરૂએ મુંબઈને તેના જ ઘરમાં હાર આપી. બેંગલુરૂ તરફથી વિરાટ કોહલીએ 67 રન (42 બોલ), રજત પાટીદારે 64 રન (32 બોલ)ની શાનદાર ઈનિંગ રમી હતી.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ઈનિંગ
મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ પ્લેઈંગ 11: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11: વિલ જેક્સ, રિયાન રિકલ્ટન (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.