Get The App

IPL 2025: પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું, CSKની સતત ચોથી હાર

Updated: Apr 8th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025: પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું, CSKની સતત ચોથી હાર 1 - image


IPL 2025: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં આજે (8 એપ્રિલ) પંજાબ કિંગ્સ (PBKS) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું છે. ચેન્નાઈની આ સતત ચોથી હાર છે. આ મેચ ન્યુ ચંદીગઢ (મુલ્લાનપુર) ના મહારાજ યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી.

આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રિયાંશ આર્યએ તોફાની સદી ફટકારી છે. તેણે માત્ર 39 બોલમાં સદી ફટકારી. જેની મદદથી પંજાબે ચેન્નાઈને 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 201 રન જ બનાવી શકી હતી. આમ, પંજાબની 18 રનથી જીત થઈ છે.

ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ

IPL 2025: પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું, CSKની સતત ચોથી હાર 2 - image

પંજાબ કિંગ્સની ઇનિંગ

IPL 2025: પંજાબે ચેન્નાઈને 18 રનથી હરાવ્યું, CSKની સતત ચોથી હાર 3 - image

બન્ને ટીમની પ્લેઇંગ-11

ચેન્નઈ સુપર કિંગ્સ: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવીન્દ્ર, ડેવોન કોનવે, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, એમએસ ધોની (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, નૂર અહેમદ, મુકેશ ચૌધરી, ખલીલ અહેમદ અને મથિશ પથિરાના.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: શિવમ દુબે, જેમી ઓવરટોન, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, અંશુલ કંબોજ.

પંજાબ કિંગ્સ: શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, માર્કો યાન્સેન, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, પ્રવીણ દુબે, અઝમતુલ્લા ઓમરઝાઈ, વિજયકુમાર વૈશાખ.


Tags :