Get The App

મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશખબર, જસપ્રીત બુમરાહ આ મેચથી કરશે વાપસી!

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
IPL 2025 Jasprit Bumrah


IPL 2025 Jasprit Bumrah Come Back: IPL 2025માં તેમની ટીમના ખરાબ પ્રદર્શનથી નિરાશ થયેલા મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે એક મોટા સારા સમાચાર છે. જસપ્રીત બુમરાહની MI કેમ્પમાં આખરે વાપસી થઈ ગઈ છે. ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા દ્વારા આ મોટા સમાચાર શેર કર્યા છે.

IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સનું નબળું પ્રદર્શન 

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)નું પ્રદર્શન ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં કંઈ ખાસ રહ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધી ચારમાંથી ત્રણ મેચ હારી ચૂકી છે. હવે હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 7 એપ્રિલ (સોમવારે) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે રમવાની છે.

બુમરાહ ક્યારે રમશે મેચ?

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની મેડિકલ ટીમની મંજૂરી મળી ગઈ છે. આથી બુમરાહ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થઈ ગયો છે. તેમજ મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને આ જાણકારી આપી છે. 

જસપ્રીત બુમરાહ RCB સામેની મેચ રમી શકે છે

જસપ્રીત બુમરાહ પણ આરસીબી સામેની મેચમાં રમી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુમરાહે ગઈકાલે (5 એપ્રિલ) પ્રેક્ટિસ મેચ રમી હતી. તેમજ આજે (6 એપ્રિલ) પણ બીજી પ્રેક્ટિસ મેચ રમશે. જો બધું બરાબર રહેશે તો ફેન્સ તેને આરસીબી સામેની મેચમાં રમતા જોઈ શકશે. જો તે RCB સામે નહીં રમે, તો તે 13 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચથી વાપસી કરશે. 

બુમરાહ 2013 થી IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે

જસપ્રીત બુમરાહ 2013 થી IPLનો ભાગ છે અને ત્યારથી તે મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી રહ્યો છે. બુમરાહે IPLમાં અત્યાર સુધી 133 મેચ રમીને 165 વિકેટ લીધી છે. તેમજ વર્ષ 2023માં બુમરાહને પીઠમાં ઈજા થવાથી તે IPL 2023 સીઝન સંપૂર્ણપણે ચૂકી ગયો હતો. તેમજ બુમરાહ ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની તાજેતરની હોમ સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી પણ બહાર હતો. બુમરાહ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડની ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે ખુશખબર, જસપ્રીત બુમરાહ આ મેચથી કરશે વાપસી! 2 - image

Tags :