Get The App

VIDEO : 23 વર્ષના ખેલાડીએ મુંબઈને અપાવી ભવ્ય જીત, કોલકાતાની શરમજનક હાર, રિકેલ્ટન પણ છવાયો

Updated: Mar 31st, 2025


Google News
Google News
VIDEO : 23 વર્ષના ખેલાડીએ મુંબઈને અપાવી ભવ્ય જીત, કોલકાતાની શરમજનક હાર, રિકેલ્ટન પણ છવાયો 1 - image


IPL 2025 Mumbai Indians vs Kolkata Knight Riders : ઈન્ડિયન પ્રિમીયર લીગની 12મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મુંબઈ ઈન્ડિયનનો ભવ્ય વિજય થયો છે. આજે વાનખેડે સ્ટેડિયમમમાં રમાયેલી મેચમાં મુંબઈના 23 વર્ષના ખેલાડી અશ્વિની કુમારની કમાલ બોલિંગના કારણે કોલકાતાની ટીમ 116 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં મુંબઈની ટીમે 12.5 ઓવરમાં બે વિકેટે 121 રન ફટકારી ભવ્ય વિજય મેળવ્યો છે. આજની મેચમાં બોલિંગમાં અશ્વિનીએ ચાર વિકેટ ઝડપી છે, તો બેટિંગમાં રિકેલ્ટને ફોર-સિક્સ ફટકારી ધમાલ મચાવી દીધી હતી.

કોલકાતાના તમામ ખેલાડીનું નિરસ પ્રદર્શન

કોલકાતાની વાત કરી તો ટીમમાંથી એ.રઘુવંશી સૌથી વધુ 26 રન, રમનદીપ સિંઘ 22 રન, મનિષ પાંડે  19 રન, રિંકુ સિંઘ 17 રન, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ 11 ન નોંધાવ્યા હતા, બાકીના ખેલાડીઓ ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા. બોલિંગમાં હર્ષિત રાના સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો, તેણે બે ઓવરમાં એક પણ વિકેટ ઝડપી ન હતી અને 28 રન આપી બેઠો હતો. એક માત્ર આન્દ્રે રસેલે બે વિકેટ ઝડપી હતી.

રિકેલ્ટન-સૂર્યાની તોફાની બેટિંગ

મુંબઈ તરફથી ઓપનિંગમાં આવેલ રોહિત શર્મા માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે રિકેલ્ટને 41 બોલમાં ચાર ફોર અને પાંચ સિક્સ સાથે અણનમ 62 રન નોંધાવ્યા હતા. જ્યારે વિક જેક્સને 16 રન અને સૂર્યકુમાર યાદવે 9 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ સાથે અણનમ 27 રન નોંધાવ્યા હતા.

આ પણ વાંચો : 'બુમરાહને સાચવજો, નહીં તો ટીમ ઈન્ડિયાને થશે મોટું નુકસાન,' ન્યૂઝીલેન્ડના કોચે ગંભીર- શર્માને આપી સલાહ

બોલર અશ્વિની કુમારે કોલકાતાના સુપડા સાફ કરી નાખ્યા

આજની મેચમાં મુંબઈના 23 વર્ષિય બોલર અશ્વિની કુમારે કમાલની બોલિંગ નાખી હતી. તેણે અજિંક્ય રહાણે, રિંકુ સિંઘ, મનીષ પાંડે અને આન્દ્રે રસેલને આઉટ કરી ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે દિપક ચહરે બે વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટે એક વિકેટ ખેરવી હતી.

Tags :