IPL 2025 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 2025 માટે આજે મેગા ઓક્શનનો બીજો દિવસ છે. આજે ટીમોને ઓછા પર્સમાં વધારે અને સ્માર્ટ ખરીદી કરવાની રહેશે. આજે ભારતીય મૂળના કેટલાક ક્રિકેટર્સ પર ખાસ નજર રહેશે. કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, દિપક ચહર જેવા ક્રિકેટર્સ આજે ઓક્શનમાં ભાગ લેનાર ખેલાડીઓ પર સૌની નજર હતી. કેટલાક દિગ્ગજ ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા હતા. કેન વિલિયમસન, સરફરાઝ ખાન, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, શાર્દૂલ ઠાકુર, ડેરીલ મિચેલ, કે. એસ. ભરત જેવા ખેલાડીઓ અનસોલ્ડ રહેતા ક્રિકેટ પ્રેમીઓને નવાઈ લાગી હતી.
ઓક્શનના બીજા દિવસે કોણે કોને ખરીદ્યા?
ફાફ ડુ પ્લેસીસ- 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
રોવમેન પોવેલ- 1.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
સેમ કરન- 2.4 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ
વોશિંગ્ટન સુંદર- 3.2 કરોડ, ગુજરાત ટાઈટન્સ
માર્કો યાન્સન- 7 કરોડ, પંજાબ કિંગ્સ
કૃણાલ પંડ્યા- 5.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
નીતિશ રાણા- 4.20 કરોડ, રાજસ્થાન રોયલ્સ
રાયમ રિકલ્ટન- 1 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
જોશ ઇંગ્લિશ- 2. 6 કરોડ, પંજાબ કિંગ્સ
ભુવનેશ્વર કુમાર- 10.75 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
જેરાલ્ડ કોટયે- 2.4 કરોડ, ગુજરાત ટાઈટન્સ
તુષાર દેશપાંડે- 6.5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
મુકેશ કુમાર- 8 કરોડ, દિલ્હી કેપિટલ્સ (RTM કાર્ડ)
દીપક ચહર- 9.25 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
આકાશ દીપ- 8 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ
લોકી ફર્ગ્યુસન- 2 કરોડ, પંજાબ કિંગ્સ
અલ્લાહ ગજનફર- 4.80 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
શુભમ દુબે - 80 લાખ - રાજસ્થાન રોયલ્સ
શેખ રશીદ - 30 લાખ - ચેન્નઈ સુપર કિંગ્સ
હિંમત સિંહ - 30 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
અંશુલ કંબોજ - 3.4 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
અરશદ ખાન - 1.3 કરોડ - ગુજરાત ટાઈટન્સ
દર્શન નાલકંડે - 30 લાખ - દિલ્હી કેપિટલ્સ
સ્વપ્નિલ સિંહ - 50 લાખ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
ગુરનુર બ્રાર - 1.3 કરોડ - ગુજરાત ટાઈટન્સ
મુકેશ ચૌધરી - 30 લાખ - ચેન્નઈ સુપર કિંગ્સ
એમ સિદ્ધાર્થ - 75 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
દિગવેશ સિંહ - 30 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ
મનીષ પાંડે - 75 લાખ - કોલકાતા નાઈટ રાઈડર્સ
શરફેન રધરફોર્ડ - 2.6 કરોડ - ગુજરાત ટાઈટન્સ
શાહબાઝ અહમદ - 2.4 કરોડ - લખનઉ સુપરજાયન્ટ્સ
ટીમ ડેવિડ - 3 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
દિપક હુડા - 1.7 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
વિલ જેક્સ - 5.25 કરોડ - મુંબઈ ઈન્ડિયન્સ
અજમતુલ્લાહ ઉમરજઈ - 2.4 કરોડ - પંજાબ કિંગ્સ
સાઈ કિશોર - 2 કરોડ - ગુજરાત ટાઈટન્સ (RTM કાર્ડ)
રોમારિયો શેફર્ડ - 1.5 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
ઈશાંત શર્મા - 75 લાખ - ગુજરાત ટાઈટન્સ
સ્પેન્સર જોહ્ન્સન - 2.8 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ
નુવાન તુષારા - 1.6 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
જયદેવ ઉનડકટ - 1 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
ગુરજપનીત સિંહ - 2.2 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
મિચેલ સેન્ટનર - 2 કરોડ - મુંબઈ ઈન્ડિયન્સ
જયંત યાદવ - 75 લાખ - ગુજરાત ટાઈટન્સ
ફઝલહક ફારુકી - 2 કરોડ - રાજસ્થાન રોયલ્સ
કુલદીપ સેન - 80 લાખ - પંજાબ કિંગ્સ
રીસ ટોપલી - 75 લાખ - મુંબઈ ઈંડિયંસ
આરોન હાર્ડી - 1.25 કરોડ - પંજાબ કિંગ્સ
જેકોબ બેથેલ - 2.6 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
કામિન્દુ મેન્ડિસ - 75 લાખ - સનરાઇઝર્સ હૈદરાબાદ
નેથન એલિસ - 2 કરોડ - ચેન્નઈ સુપર કિંગ્સ
શેમાર જોસેફ - 75 લાખ - લખનઉ સુપર જાયન્ટ્સ (RTM કાર્ડ)
વૈભવ સૂર્યવંશી - 1.1 કરોડ - રાજસ્થાન રોયલ્સ
અજિંક્ય રહાણે - 1.5 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ
ઉમરાન માલિક - 75 લાખ - કોલકાતા નાઈટ રાઈડર્સ
મોઈન અલી - 2 કરોડ - કોલકાતા નાઈટ રાઈડર્સ
ગ્લેન ફિલિપ્સ - 2 કરોડ - ગુજરાત ટાઈટન્સ
દેવદત પડીકલ - 2 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
IPLનો સૌથી યુવા ક્રિકેટર!
13 વર્ષીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચી દીધો! રાજસ્થાન રોયલ્સે તેને 1.1 કરોડમાં ખરીદતા તે IPLનો સૌથી યુવા ક્રિકેટર બન્યો
દિગ્ગજ ક્રિકેટર અનસોલ્ડ રહ્યા
કેન વિલિયમસન - અનસોલ્ડ
મયંક અગ્રવાલ - અનસોલ્ડ
પૃથ્વી શો - અનસોલ્ડ
શાર્દુલ ઠાકુર - અનસોલ્ડ
ડેરીલ મિચેલ - અનસોલ્ડ
મોઈન અલી - અનસોલ્ડ
કે. એસ. ભરત - અનસોલ્ડ
મુજીબ ઉર રહેમાન - અનસોલ્ડ
આદિલ રશીદ - અનસોલ્ડ
કેશવ મહારાજ - અનસોલ્ડ
મયંક ડાગર - અનસોલ્ડ
પ્રશાંત સોલંકી - અનસોલ્ડ
ફીન એલન - અનસોલ્ડ
બેન ડકેટ - અનસોલ્ડ
મુસ્તાફિઝુર રહેમાન - અનસોલ્ડ
ઉમેશ યાદવ - અનસોલ્ડ
નવીન ઉલ હક - અનસોલ્ડ
બ્રેન્ડન કિંગ - અનસોલ્ડ
સ્ટીવ સ્મિથ - અનસોલ્ડ
ગસ એટકિન્સન - અનસોલ્ડ
સિકંદર રઝા - અનસોલ્ડ
અલઝારી જોસેફ - અનસોલ્ડ
કાઈલ મેયર્સ - અનસોલ્ડ
સરફરાઝ ખાન - અનસોલ્ડ
ધોનીની ટીમના સ્ટારને કોઈએ ન ખરીદ્યો
એક સમયે ભારતીય ટીમમાં એન્ટ્રી મેળવવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતા જમ્મુ કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકને શરૂઆતમાં કોઈ ખરીદનાર મળ્યું નહોતું. આખરે નાઈટ રાઈડર્સની ટીમે તેને 75 લાખમાં સામેલ કર્યો હતો. તો બીજી તરફ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં શાનદાર બોલિંગ કરી ચૂકેલા ફાસ્ટર મુસ્તાફિઝુર રહેમાનને પણ કોઈ ખરીદનાર મળ્યું નહોતું. આ સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને નવીન ઉલ હક પણ અનસોલ્ડ રહ્યા હતા જેના કારણે ક્રિકેટ ફેન્સને નવાઈ લાગી હતી.
ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા!
IPL મેગા ઓક્શનમાં 4 દિગ્ગજ બોલર્સ પાછળ ટીમોએ તિજોરી ખોલી હતી. સ્વિંગ કિંગ ભુવનેશ્વર કુમાર કિંગ કોહલીની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુમાં રમશે. તો દિપક ચહરને મુંબઈએ 9.25 કરોડ અને મુકેશ કુમાર તથા આકાશદીપને લખનઉ સુપર જાએન્ટ્સે 8 કરોડમાં ખરીદ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમે મુકેશ કુમાર માટે RTM કાર્ડનો ઉપયોગ કર્યો હતો.
ભુવનેશ્વર કુમાર- 10.75 કરોડ - રોયલ ચેલેન્જ બેંગલુરુ
દીપક ચહર- 9.25 કરોડ, મુંબઈ ઈન્ડિયન
મુકેશ કુમાર- 8 કરોડ, દિલ્હી કેપિટલ્સ
આકાશ દીપ- 8 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ
એક સમયના કેપ્ટન સાવ સસ્તામાં ખરીદાયા
RCBએ કૃણાલ પંડ્યાને 5.75 કરોડમાં ખરીદતા એક સમયે LSGનો કેપ્ટન રહી ચૂકેલ ખેલાડી હવે સસ્તામાં હરીફ ટીમમાં ગયો હતો. નીતિશ રાણાને રાજસ્થાન રોયલ્સે 4.2 કરોડમાં ખરીદ્યો હતો જે એક સમયે કોલકાતા નાઈટ રાઈડર્સનો કેપ્ટન રહ્યો હતો.
એક તરફ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ રમી રહી છે ત્યારે અગાઉ ગાબા ટેસ્ટમાં ભારતને ઐતિહાસિક જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કેપ્ટન રહાણે છેલ્લે છેલ્લે ખરીદાયો હતો તો શાર્દૂલ ઠાકુર જેવો ઓલરાઉન્ડર અનસોલ્ડ રહ્યો છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ચોંકી ગયા છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ વિલિયમસન અને ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા પણ અનસોલ્ડ રહ્યો હતો.
પ્રથમ દિવસે કોણ ખરીદાયા?
• એઇડન માર્કરામ - 2 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
• રાહુલ ત્રિપાઠી - 3.4 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
• જેક ફ્રેઝર-મેકગર્ક- રૂ. 9 કરોડ, દિલ્હી કેપિટલ્સ
• રહેમાનુલ્લા ગુરબાઝ- રૂ. 2 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
• જીતેશ શર્મા- રૂ. 11 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• જોશ હેડલવુડ- રૂ. 12.5 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• પ્રસિદ્ધ કૃષ્ણ- 9.5 કરોડ, ગુજરાત ટાઇટન્સ
• અવેશ ખાન- 9.75 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ
• એનરિચ નોર્ટજે- 6.5 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
• જોફ્રા આર્ચર- 12.5 કરોડ, રાજસ્થાન રોયલ્સ
• ખલીલ અહેમદ- 4.8 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
• ટી.નટરાજન- 10.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ
• ટ્રેન્ટ બોલ્ટ- 12.5 કરોડ, મુંબઈ ઈન્ડિયન્સ
• મહેશ થીક્ષાના- 4.40 કરોડ, રાજસ્થાન રોયલ્સ
• રાહુલ ચહર - 3.20 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• એડમ ઝમ્પા - 2.40 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• વાનિન્દુ હસરંગા- 5.25 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• નૂર અહેમદ- 10 કરોડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
• વેંકટેશ અય્યર- 23.75 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
• માર્કસ સ્ટોયનિસ- 11 કરોડ, પંજાબ કિંગ્સ
• મિચેલ માર્શ- 3.40 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
• મેક્સવેલ- 4.20 કરોડ, પંજાબ કિંગ્સ
• ઇશાન કિશન- 11.25 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
• ફિલ સૉલ્ટ- 11.50 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
• ક્વિન્ટન ડિકૉક- 3.60 કરોડ, કોલકાતા નાઈટ રાઈડર્સ
• ડેવેન કૉનવે- 6.25 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ
• હેરી બ્રૂક- 6.25 કરોડ, દિલ્હી કેપિટલ્સ
• હર્ષલ પટેલ- 8 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ
• રચિન રવીન્દ્ર- 4 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ
• આર. અશ્વિન- 9.75 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ