Get The App

IPL 2025 મેગા ઓક્શન: ક્યારે જાહેર થશે રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ, જાણો તારીખ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
IPL 2025 મેગા ઓક્શન: ક્યારે જાહેર થશે રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓનું લિસ્ટ, જાણો તારીખ 1 - image


IPL 2025 : BCCIની IPL ગવર્નિંગ કાઉન્સિલે નવા રીટેન્શન નિયમોની જાહેરાત કરી દીધી છે. જેને લઈને ચાહકો અને ફ્રેન્ચાઇઝીઓની ઉત્સુકતા વધી ગઈ છે. આગામી સિઝન માટે ખેલાડીઓને રિટેન રાખવાના નિયમોમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે, જેની મેગા ઓક્શન પર મોટી અસર જોવા મળશે.

શું ફેરફાર થયા રીટેન્શન નિયમોમાં?

આગામી IPL 2025માં ફ્રેન્ચાઇઝીઓ પાસે વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ મળશે. જેમાં કેપ્ડ અને અનકેપ્ડ બંને ખેલાડીઓનો સમાવેશ થઈ શકે છે. કેપ્ડ ખેલાડીઓની સંખ્યા મહત્તમ 5 અને 2 અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકાશે. આ સિવાય ફ્રેન્ચાઈઝીને રાઈટ ટુ મેચ કાર્ડ (RTM)નો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ મળશે. આ નિયમ ટીમોને તેમની કોર ટીમ બનાવવામાં મદદ કરશે અને મોટા ખેલાડીઓની અદલા-બદલીને અસર કરશે.

ક્યાં સુધીમાં રીટેન્શન યાદી સોંપવી પડશે?

મળતી માહિતી અનુસાર તમામ ફ્રેન્ચાઇઝીઓએ તેમની રીટેન્શન યાદીને 31 ઓક્ટોબર, 2024ના સાંજે 5 વાગ્યા સુધીમાં BCCIને સોંપવી પડશે. જો આ સમયગાળા દરમિયાન કોઈપણ અનકેપ્ડ ખેલાડી ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરે છે, તો તેને કેપ્ડ ખેલાડી  ગણવામાં આવશે અને તેની રીટેન્શન કેટેગરીમાં ફેરફાર થશે.

આ પણ વાંચો : IPL 2025: ધોની જ નહીં, આ બે અનકેપ્ડ ખેલાડીઓ પણ થઈ શકે છે રિટેન, જુઓ કોણ કોણ

રીટેન્શન માટે કેટલી રકમ ખર્ચવી પડશે?

ફ્રેન્ચાઇઝીઓએ રિટેન રાખેલા ખેલાડીઓ માટે તેમના પર્સ મૂલ્યને ધ્યાનમાં રાખવું પડશે. આગામી સિઝન માટે ફ્રેન્ચાઇઝીએ 5 કેપ્ડ ખેલાડીઓને રિટેન રાખવા માટે 120 કરોડના પર્સમાંથી 75 કરોડ ખર્ચવા પડશે.

પહેલા રિટેન કરાયેલા ખેલાડીને 18 કરોડ રૂપિયા, બીજા અને ત્રીજા ખેલાડીને અનુક્રમે 14 કરોડ રૂપિયા અને 11 કરોડ રૂપિયા મળશે. ફ્રેન્ચાઇઝીએ ચોથા અને પાંચમા ખેલાડીઓ માટે 32 કરોડ રૂપિયા ખર્ચવા પડશે. આ સિવાય અનકેપ્ડ ખેલાડીઓને રિટેન રાખવા માટે 4 કરોડ રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે.


Google NewsGoogle News