IPL 2025નું મેગા ઓક્શન : તોફાની બેટિંગ દ્વારા બોલરોના પરસેવા છોડાવતા આ બેટર પર RCBની નજર
IPL 2025 Mega Auction: IPLની આ નવી સિઝન પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ વખતે ખેલાડીઓ પર જોરદાર પૈસાનો વરસાદ થવાનો છે. રિપોર્ટ પ્રમાણે મેગા ઓક્શન પહેલા રિટેન્શન નિયમો પર એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેમાં દરેક ફ્રેન્ચાઇઝી 5-5 ખેલાડીઓને રિટેન કરી શકે છે. મેગા ઓક્શન પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ પોતાના 5 ખેલાડીઓને જાળવી રાખ્યા બાદ હરાજીમાં એક ખેલાડીને ખરીદી શકે છે.
હેરી બ્રુક પર રહેશે આરસીબીની નજર
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં 5 મેચની ODI સિરીઝ રમાઈ રહી છે. જેની ત્રણ મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 2 ઓસ્ટ્રેલિયા અને 1 ઈંગ્લેન્ડે જીતી હતી. ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. આ મેચમાં બ્રુકે શાનદાર સદીની ઇનિંગ રમી હતી. હેરીએ 94 બોલમાં 110 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેની ઈનિંગ દરમિયાન બ્રુકે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. હવે IPL 2025 મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની નજર આ ખેલાડી પર હોય તેવું લાગી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે જો RCB ગ્લેન મેક્સવેલને રિલીઝ કરે છે, તો તેઓ મેગા ઓક્શનમાં હેરી બ્રૂક પર બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કરી શકે છે.
When you have Natural shots to access 360 , the player is 🔥.
— MI Blud☄️ (@micricket2013) September 25, 2024
Hope he ends up with right team in #IPL #IPL2025 🤞🏻pic.twitter.com/ylCQVV6kgE
મેક્સવેલ માટે છેલ્લી IPL સિઝન ખૂબ જ ખરાબ રહી હતી. તમામ મેચોમાં મળીને મેક્સવેલ 100 રન પણ બનાવી શક્યો ન હતો. આ સિવાય તેણે બોલિંગમાં વધારે યોગદાન નહોતું રહ્યું. જેના કારણે RCB તેને આ વખતે રિલીઝ કરી શકે છે. તો હેરી બ્રુકનું હાલમાં ખૂબ શાનદાર પ્રદર્શન રહ્યું છે, તેથી RCB સિવાય અન્ય ફ્રેન્ચાઇઝીઓની નજર પણ ઇંગ્લેન્ડના કેપ્ટન પર હશે.