Get The App

IPL 2025 પહેલા MS ધોનીને લઈને મોટા સમાચાર, ચાહકોને લાગી શકે છે ઝટકો

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
IPL 2025 પહેલા MS ધોનીને લઈને મોટા સમાચાર, ચાહકોને લાગી શકે છે ઝટકો 1 - image

IPL 2025, MS Dhoni : આગામી IPL 2025માં મહેન્દ્ર સિંહ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી. એક અહેવાલ અનુસાર, હજુ ધોનીએ પોતે CSKને નવી સિઝનમાં રમવાને લઈને પુષ્ટિ કરી નથી. આગામી મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને રિટેન રાખવા અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, દરેક ફ્રેન્ચાઇઝીને 5 ખેલાડીઓને રિટેન રાખવાનોનો વિકલ્પ મળી શકે છે. જેમાં 3 ભારતીય અને 2 વિદેશી ખેલાડીઓ હોવાની શક્યતા છે. જો કે આ સંદર્ભે હજુ સુધી BCCI દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ સિવાય દાવો કરવામાં આવી રહ્યો છે કે જો ધોની નવી સિઝનમાં રમશે તો CSK કોઈપણ કિંમતે ધોનીને રિટેન કરી શકે છે. જો ધોની નહીં રમે તો ચાહકોને મોટો આંચકો લાગી શકે છે.

CSKના એક સૂત્રના જણાવ્યા હતું કે, અમને હજુ સુધી તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. એકવાર BCCI રિટેન્શનની સંખ્યાને લઈને અંતિમ નિર્ણય લેશે ત્યારે ચિત્ર વધુ સ્પષ્ટ થશે. આઈપીએલ 2024માં એમએસ ધોની રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં રમતા જોવા મળ્યો હતો. જો કે તે દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી, તેમ છતાં ધોનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હવે તેના રમવા પર અંગે શંકા છે. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ધોની નવી સિઝનમાં CSKનો મેન્ટર બની શકે છે. પરંતુ ચાહકો ફરી એકવાર ધોનીને CSK તરફથી રમતા જોવા માંગે છે.

આ વર્ષના અંતમાં નવેમ્બર અથવા ડિસેમ્બરમાં મેગા ઓક્શન થઈ શકે છે. જેમાં અનેક ખેલાડીઓની આપ-લે જોવા મળી શકે છે. આ સિવાય નવી સિઝનમાં ઘણી ટીમોના કેપ્ટન પણ બદલાઈ શકે છે. ટૂંક સમયમાં BCCI મેગા ઓક્શનને લઈને નિયમો જાહેર કરી શકે છે.


Google NewsGoogle News