IPL મેગા ઓક્શનમાં 17 દેશોના 1574 ખેલાડીઓ, કેટલાની ચમકશે કિસ્મત? જાણો ઓક્શનની તમામ માહિતી
IPL-2025 Mega Auction : આઈપીએલ 2025ના મેગા ઓક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે. ગત વર્ષે સંયુક્ત આરબ અમીરાત (UAE)ના દુબઈમાં મિની ઓક્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ વખતે સાઉદી અરેબિયાના જેદ્દામાં મેગા ઓક્શન યોજવાની જાહેરાત કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ બે દિવસ મેગા ઓક્શન યોજાશે. બીસીસીઆઈની જાહેરાત મુજબ 24 અને 25મી નવેમ્બરના રોજ ઓક્શન યોજાશે. આઈપીએલ-2025 માટે ભારત સહિત 17 દેશોના કુલ 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 204 ખેલાડીઓની જ કિસ્મત ચમકશે.
ઓક્શનમાં કેટલા ભારતીયો અને કેટલા વિદેશી ખેલાડીઓ
બીસીસીઆઈએ મંગળવારે (5મી નવેમ્બર) મેગા ઓક્શન અંગેની તમામ વિગતોની જાહેરાત કરી છે. આઈપીએલની એક પ્રેસ રિલિઝમાં કહેવાયું છે કે, તા.24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દામાં મેગા ઓક્શન યોજાશે. ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ ચોથી નવેમ્બર હતી, ત્યારબાદ બીસીસીઆઈએ પાંચમી નવેમ્બર એટલે કે આજે આ જાહેરાત કરી છે. ઓક્શનમાં 1165 ભારતીય ખેલાડીઓ અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1574 ખેલાડીઓ ભાગ લેશે.
કેપ્ડ અને અનકેપ્ડ ખેલાડીઓનું ગણિત
આ વખતે 1574 ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 320 ‘કેપ્ડ પ્લેયર્સ’ છે. ‘કેપ્ડ પ્લેયર્સ’ કોને કહેવાય, તે અંગે વાત કરીએ તો જે ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમેલી હોય છે, તેને કેપ્ડ ખેલાડી કહેવામાં આવે છે. આવી જ રીતે જે ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મેચોમાં ડેબ્યૂ કર્યું નથી, તેમને ‘અનકેપ્ડ પ્લેયર્સ’ કહેવામાં આવે છે. આ વખતના ઓક્શનમાં 1224 અનકૈપ્ડ ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત યુએઈ, અમેરિકા, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, કેનેડા અને ઈટાલીમાંથી એસોસિએટ ટીમના 30 ખેલાડીઓ પણ ભાગ લેશે.
ભારતના કુલ 48 કેપ્ડ પ્લેયર્સ અને 965 અનકેપ્ડની હરાજી થશે
આઈપીએલની સત્તાવાર જાહેરાત મુજબ ઓક્શનમાં ભારતના 965 અનકેપ્ડ પ્લેયર્સ અને 48 કેપ્ડ પ્લેયર્સ સહિત કુલ 1013 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આમાંથી 152 અનકેપ્ડ ખેલાડીઓ અગાઉ આઈપીએલ રમી ચુક્યા છે. આ ઉપરાંત 275 ઈન્ટરનેશનલ કેપ્ડ પ્લેયર્સ અને અગાઉ આઈપીએલ રમી ચુકેલા ત્રણ ઈન્ટરનેશનલ અનકેપ્ડ પ્લેયર્સ સહિત કુલ 104 ખેલાડીની પણ હરાજી થશે.
આ પણ વાંચો : ધોનીને ભલે રિટેન કર્યો હોય પણ તે બધી મેચમાં નહીં રમે, રિકી પોન્ટિંગનો દાવો
ઓક્શનમાં કયા દેશના સૌથી વધુ ખેલાડીઓ ?
- દક્ષિણ આફ્રિકા - 91
- ઓસ્ટ્રેલિયા - 76
- ઈંગ્લેન્ડ - 52
- ન્યુઝીલેન્ડ - 39
- વેસ્ટ ઈન્ડિઝ - 33
- અફઘાનિસ્તાન - 29
- શ્રીલંકા - 29
- બાંગ્લાદેશ - 13
- નેધરલેન્ડ - 12
- યુએસએ (અમેરિકા) - 10
- આયર્લેન્ડ - 9
- ઝિમ્બાબ્વે - 8
- કેનેડા - 4
- સ્કોટલેન્ડ - 2
- ઇટાલી - 1
- યુએઈ - 1
10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા
ઉલ્લેખનીય છે કે, IPL-2025ની 18મી સિઝન માટે 31મી ઓક્ટોબરના રોજ તમામ 10 ટીમોએ તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ વર્ષનું મેગા ઓકશન ખૂબ મહત્ત્વપૂર્ણ રહેવાનું છે. જેમાં રિષભ પંત, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર અને અર્શદીપ સિંહ જેવા ભારતના સ્ટાર ખેલાડીઓ ભાગ લેશે. 10 ફ્રેન્ચાઇઝીસ પાસે 204 સ્લોટ માટે ખર્ચ કરવા માટે સામૂહિક રીતે 641.5 કરોડ રૂપિયા હશે. આ 204 સ્લોટમાંથી 70 વિદેશી ખેલાડીઓ માટે નિર્ધારિત રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 10 ફ્રેન્ચાઇઝીએ 46 ખેલાડીઓને રિટેન રાખ્યા છે.
10 ફ્રેન્ચાઇઝીએ રિટેન કરેલા ખેલાડીઓની યાદી
ગુજરાત ટાઇટન્સ
- શુભમન ગિલ (16.5 કરોડ)
- રાશિદ ખાન (18 કરોડ)
- સાઈ સુદર્શન (8.5 કરોડ)
- શાહરૂખ ખાન (4 કરોડ)
- રાહુલ તેવટિયા (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ
- નિકોલસ પૂરન (21 કરોડ)
- મયંક યાદવ (11 કરોડ)
- રવિ બિશ્નોઈ (11 કરોડ)
- આયુષ બદોની (4 કરોડ)
- મોહસીન ખાન (4 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ
- હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
- સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)
- રોહિત શર્મા (16.30 કરોડ)
- જસપ્રીત બુમરાહ (18 કરોડ)
- તિલક વર્મા (8 કરોડ)
ચેન્નાઈ સુપર કિંગ્સ
- ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
- મથીશા પાથિરાના (13 કરોડ)
- શિવમ દુબે (12 કરોડ)
- રવીન્દ્ર જાડેજા (18 કરોડ)
- મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ
- પેટ કમિન્સ (18 કરોડ)
- હેનરિક ક્લાસેન (23 કરોડ)
- અભિષેક શર્મા (14 કરોડ)
- ટ્રેવિસ હેડ (14 કરોડ)
- નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
- વિરાટ કોહલી (21 કરોડ)
- રજત પાટીદાર (11 કરોડ)
- યશ દયાલ (5 કરોડ)
દિલ્હી કેપિટલ્સ
- અક્ષર પટેલ (16.50 કરોડ)
- કુલદીપ યાદવ (13.25 કરોડ)
- ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
- અભિષેક પોરેલ (4 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ
- સુનીલ નારાયણ (12 કરોડ)
- રિંકુ સિંહ (13 કરોડ)
- આન્દ્રે રસેલ (12 કરોડ)
- વરુણ ચક્રવર્તી (12 કરોડ)
- હર્ષિત રાણા (4 કરોડ)
- રમનદીપ સિંહ (4 કરોડ)
આ પણ વાંચો : KKRમાંથી રિલીઝ થયા બાદ ભાવુક થયો આ ખેલાડી, કહ્યું- ખૂબ મહેનત કરી છતાં...