Get The App

VIDEO : ઝહીર ખાન અને ઋષભ પંત વચ્ચે માથાકૂટ? ગુસ્સામાં લાલચોળ દેખાયો LSG કેપ્ટન

Updated: Apr 23rd, 2025

GS TEAM


Google News
Google News
VIDEO :  ઝહીર ખાન અને ઋષભ પંત વચ્ચે માથાકૂટ? ગુસ્સામાં લાલચોળ દેખાયો LSG કેપ્ટન 1 - image


Zaheer Khan vs Rishabh Pant: IPL 2025માં મેચ નંબર 40માં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત અને ટીમના મેન્ટર ઝહીર ખાન વચ્ચે બેટિંગ ઓર્ડરને લઈને માથાકૂટની વાત સામે આવી રહી છે. 22 એપ્રિલ 2025ના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચ દરમિયાન લખનઉના કેપ્ટન પંતને બેટિંગ માટે સાતમા નંબર પર મોકલવામાં આવ્યો, જેનાથી તે સ્પષ્ટ રૂપે નારાજ દેખાઈ રહ્યો હતો. 

DC સામે LSGની હાર

આ મેચમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની લખનઉએ પહેલા બેટિંગ કરતા 159 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઉતરેલી દિલ્હીએ 18મી ઓવરમાં જ આ રન ચેઝ કરી લીધો હતો. 

દિલ્હી સામેની મેચમાં લખનઉની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. એડન માર્કરામ અને મિચેલ માર્શે તોફાની શરૂઆત પણ કરી હતી. બંનેએ 10 ઓવરમાં લગભગ 90 રન બનાવ્યા હતા. ત્યારબાદ એડન માર્કરામની વિકેટ 10મી ઓવરમાં જ પડી ગઈ. નિકોલસ પૂરન બેટિંગ કરવા આવ્યો પણ તે કંઈ ખાસ ન કરી શક્યો. 12મી ઓવરમાં જ પૂરન (9)ની વિકેટ પડી ગઈ.


પરંતુ આ પછી અબ્દુલ સમદને બેટિંગ માટે મોકલવામાં આવ્યો, જ્યાં કોમેન્ટ્રી પેનલમાં બેઠેલા અનિલ કુંબલે અને સુરેશ રૈનાએ પણ કહ્યું કે સમદની જગ્યાએ પંતે બેટિંગ કરવા આવવું જોઈતું હતું. કારણ કે લખનઉ સારી સ્થિતિમાં હતું અને તેને ઝડપથી રન બનાવવાની જરૂર હતી. જોકે, સમદ પણ 14મી ઓવરમાં આઉટ થઈ ગયો. આ પછી એવું લાગતું હતું કે હવે પંત હવે, પરંતુ તે ન આવ્યો. આ જ ઓવરમાં મિચેલ માર્શની વિકેટ પણ પડી ગઈ. છતાં પંત ન આવ્યો. ત્યારે પંતે ડેવિડ મિલર અને બાદમાં બડોનીને મોકલ્યો. જ્યારે બે બોલ બાકી હતા, ત્યારે પંત બેટિંગ કરવા આવ્યો અને ખાતું પણ ખોલી ન શક્યો અને મુકેશ કુમારના બોલ પર બોલ્ડ થઈ ગયો.

ગુસ્સામાં લાલચોળ દેખાયો ઋષભ પંત

બોલ ઋષભ પંતના સ્ટમ્પ પર વાગતાની સાથે જ તે ગુસ્સામાં ફરી ગયો અને સીધો પેવેલિયન તરફ ચાલ્યો ગયો. આ દરમિયાન તેના ચહેરા પર ગુસ્સો અને નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આના પર પૂર્વ ભારતીય ક્રિકેટરો અનિલ કુંબલે અને સુરેશ રૈનાએ કોમેન્ટ્રી કરતા કહ્યું કે, 'હવે આ ગુસ્સો આઉટ થવાની પ્રતિક્રિયા હતી કે આટલી નીચે બેટિંગ કરવા આવવાની? એવું લાગે છે કે કારણ બીજા નંબરનું છે, એટલે કે તેને ખૂબ મોડી બેટિંગ કરવા મોકલવામાં આવ્યો.'

આ પણ વાંચો: VIDEO : કે.એલ. રાહુલે બદલો વાળ્યો, મેદાનમાં સૌની સામે જ સંજીવ ગોયન્કાનું મોઢું પડી ગયું!

કુંબલેએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, 'જો તમે ઓછા દબાણમાં ખુલીને રમવા માટે બેટિંગ કરવા ઉતરવા માંગતા હોય, તો તે ઠીક છે, પરંતુ આટલું મોડું આવવું સમજની બહાર છે. ઋષભમાં જે ગુસ્સો દેખાતો હતો તે સ્પષ્ટપણે દર્શાવે છે કે કંઈક ખોટું થયું છે. કદાચ તે ઉપર બેટિંગ કરવા માગતો હતો. હવે સવાલ એ છે કે શું આ નિર્ણય તેનો હતો, કોચ જસ્ટિન લેંગરનો હતો કે મેન્ટર ઝહીર ખાનનો? કારણ કે પંતની પ્રતિક્રિયા જોઈને લાગે છે કે તેને તે બિલકુલ ગમ્યું નહોતું.'

સુરેશ રૈનાએ જણાવ્યું મેદાનમાં શું થયું

પંતના આઉટ થયા બાદ તરત જ ડગઆઉટમાં ટીમના મેન્ટર ઝહીર ખાન સાથેની તેની એનિમેટેડ ચેટ પણ વાયરલ થઈ ગઈ. એવું લાગતું હતું કે પંત 19મી ઓવરમાં ઝહીર પર ગુસ્સે થઈ રહ્યો હતો, જ્યારે લખનઉનો કેપ્ટન ડગઆઉટમાં ફુલ પેડ્સ પહેરીને બેટિંગ માટે જવાની રાહ જોઈ રહ્યો હતો. તેની આ પ્રતિક્રિયા કોઈની નજરથી છુપાઈ ન શકી. સુરેશ રૈનાએ પણ આ અંગે ટિપ્પણી કરી અને કહ્યું કે, આ વાતચીત કદાચ પંતની બેટિંગ પોઝિશન વિશે હતી. આ 20 ઓવરની ગેમ છે, વિકેટકીપિંગ પણ કરવાની છે, કેપ્ટનશીપ પણ કરવાની છે અને ટીમને જીતાડવાની પણ છે. તે આ તમામ બાબતો ઝહીર ખાન સાથે કરી રહ્યો હતો. અને કદાચ તે કહી રહ્યો હતો, 'મેં તમને કહ્યું હતું કે, મને રમવા મોકલો.'

Tags :