Get The App

ગુજરાત ટાઈટન્સની મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમાશે? પ્લેઓફની એકપણ મેચ અમદાવાદમાં નહીં

Updated: Feb 16th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત ટાઈટન્સની મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમાશે? પ્લેઓફની એકપણ મેચ અમદાવાદમાં નહીં 1 - image


IPL 2025 Schedule: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ના શેડ્યૂલની જાહેરાત કરી દેવાઈ છે. લીગની શરૂઆત આગામી મહિને 22 માર્ચથી થઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. 65 દિવસ સુધી આ ટૂર્નામેન્ટને 13 અલગ-અલગ વેન્યૂ પર રમાડવામાં આવશે. લીગનું ક્વોલિફાયર-1 અને એલીમિનેટર હૈદરાબાદમાં રમાશે જ્યારે ક્વાલિફાયર-2 અને ફાઈનલ મુકાબલો કોલકાતામાં થશે. જ્યારે ફાઈનલ મેચ 25 મેના રોજ રમાશે. પ્લેઓફની એકપણ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નહીં રમાય. ત્યારે IPL 2025માં ગુજરાત ટાઈટન્સની મેચ ક્યારે અને કઈ જગ્યાએ રમાશે? જાણો...

અમદાવાદમાં ક્યારે અને કઈ ટીમો વચ્ચે રમાશે મેચ?

1. ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ - 25 માર્ચ 2025 (મંગળવાર)

2. ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ - 29 માર્ચ 2025 (શનિવાર)

3. ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ - 9 એપ્રિલ 2025 (બુધવાર)

4. ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપિટલ્સ - 19 એપ્રિલ 2025 (શનિવાર)

5. ગુજરાત ટાઈટન્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ - 2 મે 2025 (શુક્રવાર)

6. ગુજરાત ટાઈટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ - 14 મે 2025 (બુધવાર)

7. ગુજરાત ટાઈટન્સ vs ચૈન્નઈ સુપર કિંગ્સ - 18 મે 2025 (રવિવાર)

આ પણ વાંચો: આઈપીએલ 2025નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર, 22 માર્ચે રમાશે પહેલી મેચ

ગુજરાત ટાઈટન્સની મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમાશે?

IPL 2025માં ગુજરાત ટાઈટન્સ કુલ 14 મેચ રમશે. જો કે આમાં, ક્વોલિફાયર, એલિમિનેટર અને ફાઈનલ મેચને ગણવામાં આવી નથી. જ્યારે ગુજરાત ટાઈટન્સની 7 જેટલી મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બાકીની મેચો દેશના અલગ અલગ સ્ટેડિયમમાં રમાશે.

1. ગુજરાત ટાઈટન્સ vs પંજાબ કિંગ્સ - 25 માર્ચ 2025 (મંગળવાર) - અમદાવાદ

2. ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ - 29 માર્ચ 2025 (શનિવાર) - અમદાવાદ

3. ગુજરાત ટાઈટન્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ - 2 એપ્રિલ 2025 (બુધવાર) - બેંગાલુરૂ

4. ગુજરાત ટાઈટન્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ - 6 એપ્રિલ 2025 (રવિવાર) - હૈદરાબાદ

5. ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ - 9 એપ્રિલ 2025 (બુધવાર) - અમદાવાદ 

6. ગુજરાત ટાઈટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ - 12 એપ્રિલ 2025 (શનિવાર) - લખનૌ

7. ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપિટલ્સ - 19 એપ્રિલ 2025 (શનિવાર) - અમદાવાદ

8. ગુજરાત ટાઈટન્સ vs કોલકાતા નાઇટ રાઇડર્સ - 21 એપ્રિલ 2025 (સોમવાર) - કોલકાતા

9. ગુજરાત ટાઈટન્સ vs રાજસ્થાન રોયલ્સ - 28 એપ્રિલ 2025 (સોમવાર) - જયપુર

10. ગુજરાત ટાઈટન્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ - 2 મે 2025 (શુક્રવાર) - અમદાવાદ

11. ગુજરાત ટાઈટન્સ vs મુંબઈ ઈન્ડિયન્સ - 6 મે 2025 (મંગળવાર) - મુંબઈ

12. ગુજરાત ટાઈટન્સ vs દિલ્હી કેપિટલ્સ - 11 મે 2025 (રવિવાર) - દિલ્હી

13. ગુજરાત ટાઈટન્સ vs લખનૌ સુપર જાયન્ટ્સ - 14 મે 2025 (બુધવાર) - અમદાવાદ 

14. ગુજરાત ટાઈટન્સ vs ચૈન્નઈ સુપર કિંગ્સ - 18 મે 2025 (રવિવાર) - અમદાવાદ

ગુજરાત ટાઈટન્સની મેચ ક્યારે અને કઈ ટીમ સામે રમાશે? પ્લેઓફની એકપણ મેચ અમદાવાદમાં નહીં 2 - image

Tags :