IPL 2025: ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રને હરાવ્યું, સાઇ સુદર્શન મેચનો હિરો
IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં 23મી મેચ 9 એપ્રિલે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં ગુજરાતે રાજસ્થાનને 58 રને હરાવ્યું છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટોસ જીતીને રાજસ્થાનને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો અને ગુજરાતની ટીમ પહેલા બેટિંગ કરી હતી. ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ પર 217 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 19.2 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રાજસ્થાનની ટીમ માત્ર 159 રન જ બનાવી શકી હતી.
ગુજરાતે આપ્યો 218 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ગુજરાત ટાઈટન્સે સાઈ સુદર્શન 53 બોલ 82 રન, જોસ બટલર 36 રન, શાહરૂખ ખાન 36 રન અને રાહુલ તેવતિયા 12 બોલ અણનમ 24 રનની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ પર 217 રન બનાવ્યા હતા. છેલ્લી 4 ઓવરમાં 54 રન બન્યા હતા. રાજસ્થાનના બોલરો ખુબ ધોવાયા હતા. તૂશાર દેશપાંડેએ 4 ઓવરમાં 53 રન આપીને બે વિકેટ ઝડપી. મહીશ તીક્ષ્ણાએ 54 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
ગુજરાત ટાઈટન્સની ઇનિંગ
રાજસ્થાન રોયલ્સની ઇનિંગ
ગુજરાત ટાઈટન્સની પ્લેઇંગ 11: શુભમન ગિલ (કેપ્ટન), સાઇ સુદર્શન, જોસ બટલર, શેરફેન રદરફોર્ડ, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, સાઇ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ અર્શદ ખાન, નિશાન સિન્ધુ, અનુજ રાવત, મહિપાલ લામરોર.
રાજસ્થાન રોયલ્સની પ્લેઇંગ 11: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જાયસવાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષણા, ફઝલહક ફારુકી, સંદીપ શર્મા, તુશાર દેશપાંડે.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: શુભમ દુબે, યુધવીર સિંહ ચરક, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, કુનાલ રાઠોડ.