Get The App

નવજોત સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન, દમદાર બેટિંગ કરનાર કરૂણ નાયરની ઉડાવી મજાક

Updated: Apr 13th, 2025

GS TEAM


Google News
Google News
નવજોત સિદ્ધુનું વિવાદાસ્પદ નિવેદન, દમદાર બેટિંગ કરનાર કરૂણ નાયરની ઉડાવી મજાક 1 - image


IPL 2025 DC Vs MI : મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં કોમેન્ટેટર નવજોત સિંહ સિદ્ધુએ વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. વાસ્તવમાં સિદ્ધુએ હિન્દુ કોમેન્ટ્રી દરમિયાન આઈપીએલ-2025માં દિલ્હી માટે રમી રહેલા કરૂણ નાયરની મજાક ઉડાવી છે.

કરૂણે ગત ડોમેસ્ટીક સિઝનમાં 9 સદી ફટકારી હતી

કરૂણ નાયરની વાત કરીએ તો તેણે ડોમેસ્ટીક મેચોમાં દમદાર પ્રદર્શન કરી તરખાટ મચાવી દીધો છે. તેણે ગત ડોમેસ્ટીક સિઝનમાં 9 સદી ફટકારી હતી. એટલું જ નહીં તેણે ટી20 ટુર્નામેન્ટ મહારાજા ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ અનેક વખત દમદાર બેટિંગ કરી હતી. આ જ કારણે તેની આઈપીએલમાં એન્ટ્રી થઈ છે. જોકે જ્યારે કરૂણ બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે સિદ્ધુઓ પોતાના અંદાજમાં કહ્યું કે, ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા.’ એટલે કે ડોમેસ્ટીક પ્રદર્શને કોણ જોવે છે?

આ પણ વાંચો : વક્ફ કાયદાનો વિરોધ : બંગાળ બાદ હવે આસામમાં હિંસા, પોલીસ પર પથ્થરમારો, લાઠીચાર્જ

અગાઉ સિદ્ધુએ IPLને વર્લ્ડકપ કહી હતી

નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)એ કોમેન્ટ્રી દરમિયાન કરૂણ નાયર (Karun Nair )ની સાથે સાથે ડોમેસ્ટીક મેચોની પણ મજાક ઉડાવી છે. તેમણે અગાઉ કહ્યું હતું કે, આઈપીએલ વિશ્વના બેસ્ટ ખેલાડીઓનો એક વાર્ષિક વર્લ્ડકપ છે, જ્યારે રણજી ટ્રોફી એક જંગલ જેવી છે. તેમાં ગમે તેટલું સારું પ્રદર્શન કરો, તેની કોઈ કિંમત હોતી નથી. તેમણે કરૂણ નાયબના ડોમેસ્ટીક પ્રદર્શન મુદ્દે કહ્યું કે, ‘તે રણજી ટ્રોફી હતી, આ આઈપીએલ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓનો વાર્ષિક વિશ્વકપ છે. ત્યાં રન બનાવવાનો મતલબ જંગલ મેં મોર નાચા કિસને દેખા...’

આ પણ વાંચો : ‘હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર’ TMC ધારાસભ્યનો આક્ષેપ

Tags :