IPL 2025: ભાવનગરના ક્રિકેટર ચેતન સાકરિયાને KKRને કર્યો સિલેક્ટ, સ્ટાર બોલર થયો બહાર
Chetan Sakaria In KKR, IPL 2025 : કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ હવે ગુજરાતના ભાવનગરના ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે. જ્યારે 19 IPL મેચ રમી છે, જેમાં તેણે 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ફાસ્ટ બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો.
તમને જણાવી દઈએ કે, સાકરિયા ગયા વર્ષે પણ KKR ટીમમાં હતો, પરંતુ તે એક પણ મેચ રમ્યો ન હતો અને હરાજી પહેલા ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે આ પહેલા પણ સાકરિયા IPLમાં રાજસ્થાન રોયલ્સ ઉપરાંત દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા સાકરિયા આ તકનો કેવી રીતે લાભ ઉઠાવશે.
IPL 2025 માટે KKR ટીમ
IPL 2025 માટે KKR ટીમમાં રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમણદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિક નોર્ટજે, અંગક્રૃષ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોનસન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયા.
'હું 200 ટકા ફિટ છું'
આ પહેલા ઉમરાન મલિકે મેગા-ઓક્શનમાં KKR સાથે જોડાયા બાદ ખુશી વ્યક્ત કરી હતી. જ્યારે છેલ્લા બે સિઝનમાં તે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમ્યો હતો, પરંતુ તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. KKRમાં જોડાયા પછી ઉમરાને ચાહકોને વચન આપ્યું હતું કે, આ વખતે ચાહકોને તેનું એક અલગ જ રૂપ જોવા મળશે. ઉમરાને જોર દઈને કહ્યું હતું કે, 'હું 200 ટકા ફિટ છું.'