14મી માર્ચે શરૂ થશે IPL 2025: BCCIએ એકસાથે ત્રણ સિઝનની તારીખો જાહેર કરી
IPL 2025 Begins on March 14: ભારતીય ક્રિકેટ બોર્ડે IPLની આગામી ત્રણ સિઝનની તારીખોની જાહેરાત કરી છે. આ અંતર્ગત IPL 2025 14 માર્ચથી શરૂ થશે અને તેની ફાઈનલ 25 મેના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી તરત જ શરૂ થવાની છે. આ ICC ઈવેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રહેશે.
BCCIએ IPLની ત્રણ સિઝનની તારીખો એક સાથે જાહેર કરી
બીસીસીઆઈએ આઈપીએલ 2026 અને આઈપીએલ 2027ની તારીખો પણ જાહેર કરી છે. 2026 સીઝન 15 માર્ચથી શરૂ થવાની છે અને તેની ફાઈનલ 31 મેના રોજ પ્રસ્તાવિત છે. 2027 ઇવેન્ટ 14 માર્ચથી શરૂ થશે અને 30 મે સુધી ચાલશે. આ પહેલીવાર છે જ્યારે BCCIએ IPLની ત્રણ સિઝનની તારીખો એક સાથે જાહેર કરી હોય.
IPL 2025માં 74 મેચ રમાશે
BCCIએ 22 નવેમ્બરે તમામ ફ્રેન્ચાઇઝીઓને IPLની આગામી ત્રણ સિઝનનું શેડ્યૂલ અંગે જાહેર કર્યું છે. અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે આઈપીએલનું શિડ્યુલ મોડું જાહેર થયું હતું, પરંતુ આ વખતે એક સાથે ત્રણ સિઝનની શેડ્યુલ જાહેર થઈ ગયું છે. IPL 2025માં 74 મેચ રમાશે.
IPL 2025: 14 માર્ચ - 25 મે.
IPL 2026: 15 માર્ચ - 31 મે.
IPL 2027: 14 માર્ચ - 30 મે.
આ પણ વાંચો: આઈપીએલના 17 વર્ષના ઈતિહાસમાં આ રહ્યા અત્યારસુધીના સૌથી મોંઘા ખેલાડીઓ
2027માં 94 મેચો યોજાશે
જો કે, જ્યારે 2022માં આઈપીએલના મીડિયા રાઈટ્સ વેચવામાં આવ્યા હતા, ત્યારે કહેવામાં આવ્યું હતું કે 2025ની સીઝનથી 84 મેચ રમાશે. પરંતુ આવું થઈ રહ્યું નથી. 2026માં પણ આટલી જ મેચ નક્કી કરવામાં આવી હતી. માહિતી આપવામાં આવી હતી કે 2027માં 94 મેચો યોજાશે.
તમામ બોર્ડે ખેલાડીઓની ઉપલબ્ધતાને મંજૂરી આપી
ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા તમામ મોટા દેશોએ IPLની આગામી ત્રણ સિઝન માટે તેમના ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે મંજૂરી આપી દીધી છે. આ અંગે તમામ બોર્ડે જણાવ્યું છે કે આગામી સિઝનમાં તેમના ખેલાડીઓ ક્યારે અને કેવી રીતે ઉપલબ્ધ થશે.
ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે તેના તમામ ખેલાડીઓ પાસે 2025 સીઝન માટે એનઓસી છે. ઓસ્ટ્રેલિયાની પાકિસ્તાન સાથે 2026માં ત્રણ મેચની વનડે સિરીઝ છે જે 18 માર્ચે પૂરી થશે. આ સિરીઝમાં સામેલ ખેલાડીઓ આ પછી તરત જ જોડાશે. જ્યારે 2027માં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડ સાથે ટેસ્ટ ક્રિકેટના 150 વર્ષ પૂર્ણ થવા પર એક મેચ રમીને જોડાશે.