Get The App

IPL 2025 Auction : આઈપીએલનો સૌથી યુવા ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી, રાજસ્થાને 1.10 કરોડમાં ખરીદ્યો

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
IPL 2025 Auction : આઈપીએલનો સૌથી યુવા ક્રિકેટર બન્યો વૈભવ સૂર્યવંશી, રાજસ્થાને 1.10 કરોડમાં ખરીદ્યો 1 - image


Vaibhav Suryavanshi IPL Auction 2025 : ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL-2024) માટે યોજાયેલા ઓક્શનના બીજા દિવસે વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો છે. 13 વર્ષની ઉંમરે આઈપીએલમાં એન્ટ્રી કરનાર વૈભવ સૌથી યુવા ક્રિકેટર બન્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદી ટીમમાં સમાવ્યો છે. યુવાઓની લીગ આઈપીએલમાં સૂર્વવંશી હવે ધોનીની ટીમ તરફથી ચમકવા તૈયાર છે. સૌથી નાની ઉંમરે આઈપીએલનો કોન્ટ્રાક્ટ મેળવનાર વૈભવના જીવન અંગે વાત કરીએ તેણે અનેક સંઘર્ષોનો સામનો કરીને આ સફળતા મેળવી છે.

વૈભવને ખરીદવા અનેક ટીમોએ કર્યો પ્રયાસ, રાજસ્થાનને મળી તક

13 વર્ષના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ આઈપીએલ ઓક્શમાં ઈતિહાસ રચ્યો છે. હરાજી દરમિયાન વૈભવનું નામ સામે આવ્યા બાદ અનેક ટીમોએ તેને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. તેને ટીમમાં સમાવવા માટે રાજસ્થાન અને દિલ્હી વચ્ચે હરાજી પર હરાજી બોલાઈ હતી, જોકે અંતે રાજસ્થાન રોયલ્સે વૈભવને 1.10 કરોડમાં ખરીદી ટીમમાં સામેલ કર્યો છે. આમ તો આ ખેલાડીને અનેક લોકો જાણે છે, કેમ કે તેણે અનેક મેચોમાં ધમાકેદાર બેટિંગ કરી છે. હવે વૈભવને આઈપીએલમાં કિસ્મત ચમકાવવાની તક મળી છે.

આ પણ વાંચો : 13 વર્ષીય ક્રિકેટરને કરોડો મળ્યા પણ દિગ્ગજ ક્રિકેટરો સાવ રહી ગયા! હરાજીમાં થઈ ભારે નવા જૂની

કોણ છે વૈભવ સૂર્યવંશી ?

વર્ષ 2011માં બિહારના સમસ્તીપુરમાં વૈભવ સૂર્યવંશીનો જન્મ થયો છે. સૌથી મોટી વાત એ છે કે, તેને માત્ર ચાર વર્ષમાં ક્રિકેટનો મોટો ચસ્કો લાગ્યો હતો. તેને ક્રિકેટનો ખૂબ જ શોખ હોવાનું પિતાને ધ્યાને આવ્યું અને તેમણે પુત્ર માટે ઘરની પાછળ એક ગ્રાઉન્ડ બનાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ 9 વર્ષની ઉંમરે સમસ્તીપુરમાં એક ક્રિકેટ એકેડેમીમાં એડમિશન લીધું. પછી વૈભવે એવી સફળતા મેળવી કે સીનિયર બોલર્સ પણ ચોંકી ગયા.

58 બોલમાં ફટકારી સદી

વૈભવે માત્ર 12 વર્ષની ઉંમરે વીનૂ માંકડ ટ્રોફીમાં બેટીંગ શરૂ કરી હતી, જેમાં તેણે પાંચ મેચોમાં 400 રન ફટકાર્યા હતા. તેણે 12 વર્ષની ઉંમરે બિહાર માટે ડેબ્યૂ કર્યું અને ક્રિકેટ જગતમાં એક અલગ જ ઓળખ ઉભી કરી. હવે તેને આઈપીએલમાં કિસ્મત ચમકાવવાનો ગોલ્ડન ચાન્સ મળ્યો છે. તાજેતરમાં જ વૈભવે ચેન્નાઈમાં રમાયેલી અંડર-19 ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 58 બોલમાં સદી ફટકારી દેશભરમાં છવાઈ ગયો હતો.

આ પણ વાંચો : ભારતીય ફાસ્ટ બોલર્સની બોલબાલા! 4 દિગ્ગજ માટે ટીમોએ ખોલી તિજોરી, એકને 10 કરોડથી વધુ મળ્યા


Google NewsGoogle News