IPL-2025 : તમામ 10 ટીમોએ જાહેર કર્યું રિટેન્શન લિસ્ટ; ધોની-કોહલી અને રોહિત રિટેઈન
IPL 2025 Players Retention List -IPLની 18મી સિઝન માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આઈપીએલમાં ભાગ લેનારી તમામ 10 ટીમોએ આજે તેમના રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. રિટેન કરવામાં આવેલા ખેલાડીનો પગાર રૂ. 4 કરોડ રહેશે. આ માપદંડોના આધારે મહત્તમ રિટેન્શન માટે ફ્રેન્ચાઈઝીએ છ ખેલાડીઓ પર રૂ. 79 કરોડ ખર્ચવાના રહેશે.
કઈ ટીમે કયા ખેલાડીને કર્યા રિટેઈન
સનરાઇઝર્સ હૈદરાબાદ
- હેન્રી ક્લાસેન - 23 કરોડ
- પેટ કમિન્સ - 18 કરોડ
- અભિષેક શર્મા - 14 કરોડ
- ટ્રેવીસ હેડ - 14 કરોડ
- નીતિશ રેડ્ડી - 6 કરોડ
કોલકાતા નાઈટ રાઈડર્સ
- રિંકુ સિંહ - 13 કરોડ
- વરુણ ચક્રવર્તી - 12 કરોડ
- સુનિલ નારાયણ - 12 કરોડ
- આન્દ્રે રસેલ - 12 કરોડ
- હર્ષિત રાણા - 4 કરોડ
- રમણદીપ - 4 કરોડ
ચેન્નાઈ સુપર કિંગ્સ
- ઋતુરાજ ગાયકવાડ - 18 કરોડ
- રવિન્દ્ર જાડેજા - 18 કરોડ
- મથીશા પાથીરાના - 13 કરોડ
- શિવમ દુબે - 12 કરોડ
- મહેન્દ્ર સિંહ ધોની - 4 કરોડ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
- વિરાટ કોહલી - 21 કરોડ
- રજત પાટીદાર - 11 કરોડ
- યશ દયાલ - 5 કરોડ
મુંબઈ ઈન્ડિયન્સના રિટેન થયેલ ખેલાડીઓ
- જસપ્રીત બુમરાહ - 18 કરોડ
- રોહિત શર્મા - 16.35 કરોડ
- હાર્દિક પંડ્યા - 16.35 કરોડ
- સુર્યકુમાર યાદવ - 16.35 કરોડ
- તિલક વર્મા - 8 કરોડ
દિલ્હી કેપિટલ્સ
- અક્ષર પટેલ-16.5 કરોડ
- કુલદીપ યાદવ-13.25 કરોડ
- સ્ટબ્સ-10 કરોડ
- અભિષેક પોરેલ-4 કરોડ
લખનૌ સુપર જાયન્ટ્સ
- નિકોલસ પૂરણ- 21 કરોડ
- રવિ બિશ્નોઈ- 11 કરોડ
- મયંક યાદવ- 11 કરોડ
- મોહસિન ખાન- 4 કરોડ
- આયુષ બદોની- 4 કરોડ
ત્રણ IPL ટીમે કેપ્ટનને રિટેન ન કર્યા
- KKR - શ્રેયસ ઐયર
- LSG - લોકેશ રાહુલ
- DC - રિષભ પંત
પંજાબ કિંગ્સ
- શશાંક સિંહ - 5.5 કરોડ
- પ્રભસિમરન સિંહ - 4 કરોડ
રાજસ્થાન રોયલ્સ
- સંજુ સેમસન - 18 કરોડ
- યશસ્વી જયસ્વાલ - 18 કરોડ
- રિયાન પરાગ - 14 કરોડ
- ધ્રુવ જુરેલ - 14 કરોડ
- શિમરન હેટમાયર - 11 કરોડ
- સંદીપ શર્મા - 4 કરોડ
ગુજરાત ટાઈટન્સ
- રાશીદ ખાન - 18 કરોડ
- શુભમન ગિલ - 16.5 કરોડ
- સાઈ સુદર્શન - 8.5 કરોડ
- રાહુલ તેવટિયા - 4 કરોડ
- શાહરુખ ખાન - 4 કરોડ
ધોની રમશે આઈપીએલ
તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કર્યા બાદ એમ.એસ. ધોનીના ચાહકોને મોટી ખુશી થઈ છે કે, કારણ કે, ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓ વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલને રિટેન કર્યા છે. પંજાબની ટીમે માત્ર બે ખેલાડી શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને રિટેઈન કર્યા છે. આ વખતે તમામ ટીમોને વધુમાં વધુ છ ખેલાડીઓ જાળવી રાખવાની મંજૂરી અપાઈ હતી, જેમાં રાઈટ ટુ મેચ કાર્ડનો પણ સમાવેશ થાય છે. ફ્રેન્ચાઈઝીએ વધુમાં વધુ પાંચ કેપ્ડ ખેલાડીઓ અને વધુમાં વધુ બે અનકેપ્ડ ખેલાડીઓ રિટેઈન કર્યા છે.
IPLના ઈતિહાસમાં સૌથી વધુ બે ટીમોએ પાંચ-પાંચ ટાઈટલ જીત્યા
આઈપીએલ-2023 માટે આયોજિત હરાજીમાં વિશ્વભરમાંથી 991 ખેલાડીઓએ પોતાના નામ નોંધાવ્યા હતા. આમાંથી 405 ખેલાડીઓને હરાજી માટે પસંદ કરવામાં આવ્યા હતા. આઈપીએલ ચેમ્પિયનની વાત કરીએ તો, અત્યાર સુધી બે ટીમોએ સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાંચ-પાંચ વખત ચેમ્પિયન બની છે. કોલકાતા નાઈટ રાઈડર્સ બે વખત ટાઈટલ જીતી ચૂકી છે. રાજસ્થાન રોયલ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને ડેક્કન ચાર્જર્સે એક-એક વખત ટાઈટલ જીત્યું છે. રાજસ્થાન રોયલ્સે 2008માં પ્રથમ ટાઈટલ જીત્યું હતું, જ્યારે ગુજરાત ટાઈટન્સે 2023ની ચેમ્પિયન છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને પુણે સુપર જાયન્ટ્સની ટીમો હજુ સુધી એકપણ ટાઈટલ જીતી શકી નથી.