IPL 2025: RCB બાદ હવે KKR પણ આપશે સરપ્રાઇઝ! 36 વર્ષનો ખેલાડી બની શકે છે કેપ્ટન
IPL 2025 Updates : IPL 2025 શરૂ થવામાં હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી છે, ત્યારે નવી સિઝન પહેલા 10માંખી 8 ટીમોએ પોતાના કેપ્ટનની ઘોષણ કરી દીધી છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સે હજુ સુધી તેમના કેપ્ટન પસંદ કર્યા નથી. બંને ટીમોએ મેગા ઓક્શન પહેલા તેમના કેપ્ટનને રિલીઝ કર્યા હતા. દિલ્હીએ હરાજીમાં કેએલ રાહુલને ખરીદ્યો. પરંતુ KKR એ તાજેતરના IPL સિઝનમાં કેપ્ટનશીપ કરી હોય તેવા કોઈપણ ખેલાડીને ખરીદ્યો નથી. જ્યારે RCB બાદ હવે KKR પણ સરપ્રાઇઝ આપશે.
કેપ્ટનની રેસમાં અનેક નામ
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં કેપ્ટન બનાવાની રેસમાં અનેક ખેલાડી છે. જેમાં સૌથી આગળ રિંકુ સિંહ અને વેંકટેશ ઐયર જણાઈ રહ્યા છે. પરંતુ બંને પાસે કેપ્ટનશીપનો કોઈ ખાસ અનુભવ નથી. IPL મેચમાં કેપ્ટન પર ઘણું દબાણ હોય છે. તેમની પાસે વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ પણ છે, પરંતુ તે દરેક મેચમાં રમશે એ નિશ્ચિત નથી. આવી સ્થિતિમાં ફ્રેન્ચાઇઝ અજિંક્ય રહાણેને કેપ્ટનશીપ આપી શકે છે.
અજિંક્ય રહાણે શાનદાર ફોર્મ ચાલી રહ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યો. તેણે 9 મેચમાં 58 ની સરેરાશ અને 164ના સ્ટ્રાઇક રેટથી 469 રન બનાવ્યા. જેમાં 5 ફિફ્ટી સામેલ છે. જ્યારે મુંબઈએ ટૂનાર્મેન્ટનો ખિતાબ જીત્યો હતો. રહાણેએ ક્વાર્ટર ફાઇનલ મેચમાં હરિયાણા સામે સદી ફટકારી હતી.
રહાણેને કેપ્ટનશીપનો ઘણો અનુભવ
અજિંક્ય રહાણેને કેપ્ટશીપનો ઘણો અનુભવ છે. તેની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે બોર્ડર ગાવસ્કર ટ્રોફીને પોતાના નામે કરી હતી. આ સાથે ગત સિઝનમાં તેની કેપ્ટનશીપમાં મુંબઈને રણજી ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો. તેણે IPLમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કર્યું છે અને ટીમને પ્લેઓફ સુધી પણ પહોંચાડી હતી.