IPL 2024માં છવાઈ ગયા 5 નવા ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં પણ મોકો મળે તેવી આવડત

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
IPL 2024માં છવાઈ ગયા 5 નવા ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં પણ મોકો મળે તેવી આવડત 1 - image


IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ફાસ્ટ બોલર મયંક યાદવની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. મયંક યાદવે આ IPL સિઝનમાં RCB સામેની મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને મયંક યાદવ રાતોરાત સ્ટાર બની ગયો હતો. 

મયંક યાદવ

મયંક યાદવ જેવા ખતરનાક ઝડપી બોલરને ટીમ ઈન્ડિયામાં જલ્દી તક મળવાની સંભાવના છે. મયંક યાદવને IPL 2022ની હરાજીમાં લખનૌ સુપર જાયન્ટ્સે 20 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝમા ખરીદ્યો હતો.

રિયાન પરાગ

IPL 2024માં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગનો એક અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. રિયાન પરાગે IPL 2024માં અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી છે. રિયાન પરાગે અત્યાર સુધીમાં IPL 2024માં 7 મેચમાં 63.60ની શાનદાર એવરેજ અને 161.42ની સ્ટ્રાઈક રેટથી 318 રન બનાવ્યા છે. 

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પસંદગીકારો રિયાન પરાગને ટી-20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં સામેલ કરવા પર વિચાર કરી રહ્યા છે. 

શશાંક સિંહ

IPL 2024માં છવાઈ ગયા 5 નવા ખેલાડીઓ, ટીમ ઈન્ડિયામાં પણ મોકો મળે તેવી આવડત 2 - image

IPL 2024માં 4 એપ્રિલે રમાયેલી રોમાંચક મેચમાં શશાંક સિંહ રાતોરાત ચર્ચામાં આવ્યો હતો. IPL 2024માં પંજાબ કિંગ્સના બેટ્સમેન શશાંક સિંહે દુનિયાને બતાવ્યું છે કે, તે મેચ પૂરી કરવામાં કેટલા સક્ષમ છે. ગુજરાત ટાઇટન્સ સામેની આ મેચમાં શશાંક સિંહે 29 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા. શશાંક સિંહની ઇનિંગના બળ પર પંજાબે ટાઇટન્સ સામે 200 રનના લક્ષ્ય પાછળ સફળતાપૂર્વક પીછો કર્યો હતો. શશાંક સિંહે અત્યાર સુધી IPL 2024માં 6 મેચમાં 73ની શાનદાર એવરેજ અને 184.81ની સ્ટ્રાઈક રેટથી 146 રન બનાવ્યા છે.

આશુતોષ શર્મા

આશુતોષ શર્માએ પોતાની ઇનિંગને કારણે ઘણી ચર્ચા જગાવી હતી. આશુતોષ શર્માએ અત્યાર સુધી IPL 2024માં 3 મેચમાં 47.50ની શાનદાર એવરેજ અને 197.91ની સ્ટ્રાઈક રેટથી 95 રન બનાવ્યા છે. 4 એપ્રિલે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી રોમાંચક મેચમાં આશુતોષ શર્માએ 17 બોલમાં 31 રનની તોફાની ઇનિંગ રમી હતી. 

ગયા વર્ષે આશુતોષ શર્માએ સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં 11 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ રમીને યુવરાજ સિંહનો રેકોર્ડ તોડ્યો હતો.

અભિષેક શર્મા 

અભિષેક શર્મા IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમનો જીવ છે. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડી સનરાઇઝર્સ હૈદરાબાદને લગભગ દરેક મેચમાં તોફાની શરૂઆત આપી રહી છે. અભિષેક શર્માએ અત્યાર સુધી IPL 2024માં 6 મેચમાં 35.17ની એવરેજ અને 197.19ની સ્ટ્રાઈક રેટથી 211 રન બનાવ્યા છે. અભિષેક શર્મા જેવા ખતરનાક બેટ્સમેનને ટીમ ઈન્ડિયામાં જલ્દી તક મળવાની સંભાવના છે.


Google NewsGoogle News