3 કારણોસર આ ટીમ IPL 2024ની ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર, આખી સિઝનમાં કરી છે કમાલ

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
3 કારણોસર આ ટીમ IPL 2024ની ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર, આખી સિઝનમાં કરી છે કમાલ 1 - image


Image Source: Twitter

IPL 2024 KKR Final:  IPL 2024ની ક્વોલિફાયર 1માં કોલકાતા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવી લીધુ છે. IPLનો ફાઈનલ મુકાબલો 26 મે ના રોજ ચેપોકમાં રમાશે. આ આખી સિઝનમાં KKRએ કમાલનું પ્રદર્શન કર્યું છે. KKRએ IPL 2024 ઓક્શનમાં મિચેલ સ્ટાર્કને 24.75 કરોડમાં ખદીદ્યો હતો. સિઝનની શરૂઆતમાં સ્ટાર્કનું પ્રદર્શન એટલું ખાસ નહોતું રહ્યું ત્યારબાદ KKRના આ નિર્ણય પર ઘણા સવાલ પણ ઉઠ્યા હતા. પરંતુ છેલ્લી કેટલીક મેચમાં સ્ટાર્કનું પ્રદર્શન કમાલનું રહ્યું છે અને તેણે સાબિત કરી દીધું કે, અંતે તેને કેમ મોટી મેચનો ખેલાડી માનવામાં આવે છે. 

KKR શા માટે IPL 2024ની ચેમ્પિયન બનવાની પ્રબળ દાવેદાર છે

1. ટીમનું ઓલરાઉન્ડર પ્રદર્શન

આ સિઝનની શરૂઆતથી જ જોવા મળી રહ્યું છે કે KKRએ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં કમાલનું પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધી આખી સિઝનમાં એવું ક્યારેય નથી લાગ્યું કે KKRની ક્યારેક બેટિંગ નબળી હોય તો તેની બોલિંગ મજબૂત હોય. દરેક મેચમાં ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શન કરી બતાવ્યું છે. બેટ્સમેનોએ બેટિંગમાં અને બોલરોએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જેના કારણે ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે અને ટ્રોફી જીતવાથી માત્ર એક પગલું દૂર છે.

2. સુનીલ નરેનનું ઓપનિંગમાં બેટિંગ કરવું

IPL 2024માં સુનીલ નરેન શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. બેટિંગથી લઈને બોલિંગ સુધી નરેન કમાલ કરી રહ્યો છે. આ વખતે ફરી એકવાર સુનીલ નરેન KKR માટે ઓપનિંગ કરી રહ્યો છે. સુનીલ પ્રથમ બોલથી જ વિપક્ષી બોલિંગ પર વિસ્ફોટક પ્રહાર કરે છે. KKRને શાનદાર શરૂઆત અને મોટો સ્કોર અપાવવામાં નરેન મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી નરેને બેટિંગ દરમિયાન 179ના સ્ટ્રાઈક રેટથી 482 ​​રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી પણ ફટકારી છે.

3. ગૌતમ ગંભીરનું ટીમ સાથે હોવું

KKRના પૂર્વ ચેમ્પિયન કેપ્ટન ગૌતમ ગંભીર આ સિઝનમાં ટીમનો મેન્ટર છે. આ પહેલા ગૌતમ બે સિઝન માટે લખનઉ સુપર જાયન્ટ્સ સાથે હતો અને બંને સિઝનમાં એલએસજી પ્લેઓફમાં પહોંચી હતી. આ વખતે ગંભીરની ટીમમાં વાપસી બાદ KKRનું પ્રદર્શન જ બદલાઈ ગયું છે. ગંભીર હંમેશા ટીમના તમામ ખેલાડીઓને માર્ગદર્શન આપતો રહે છે. દરેક સમયે ગૌતમ ખેલાડીઓને કંઈક ને કંઈક શીખવવાનો પ્રયાસ કરતો રહે છે. આ પહેલા ગૌતમ તેની કેપ્ટનશિપમાં બે વખત આઈપીએલનો ખિતાબ જીતી ચૂક્યો છે.



Google NewsGoogle News